નવસારી : ચીખલીના તલાવચોરા ગામમાં દીપડાના આંટાફેરા, સ્થાનિકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

ચીખલી તાલુકાના તલાવચોરા ગામે મોડી રાતે એક દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. દીપડો શિકારની શોધમાં તલાવચોરા ગામની આસપાસ આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે દીપડાએ મોડી રાતે ગામમાં ઘૂસીને એક ગલૂડિયાંને પણ શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઇ ગઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:10 AM

નવસારીના ચીખલી તાલુકાના ગામોમાં ફરી દીપડાનો ખૌફ ફેલાયો છે. ચીખલી તાલુકાના તલાવચોરા ગામે મોડી રાતે એક દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. દીપડો શિકારની શોધમાં તલાવચોરા ગામની આસપાસ આવ્યો હતો.

આ પણ વાંચો- સુરત રૂરલ પોલીસે રૂપિયા 2.70 કરોડથી વધુની કિંમતના ફટાકડાના જથ્થાને સીઝ કર્યો, જાણો કેમ?

મળતી માહિતી પ્રમાણે દીપડાએ મોડી રાતે ગામમાં ઘૂસીને એક ગલૂડિયાંને પણ શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઇ ગઇ છે. દીપડાના આંટાફેરાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. જેથી ચીખલી વન વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.

નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">