AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર વીડિયો : લીંબુના ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યુ, 40ના લીંબુ ગરમી અને રમઝાન આવતાની સાથે જ 200 રુપિયા થયા

ભાવનગર વીડિયો : લીંબુના ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યુ, 40ના લીંબુ ગરમી અને રમઝાન આવતાની સાથે જ 200 રુપિયા થયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 3:02 PM
Share

એક તરફ ઉનાળો આવી ગયો છે. આ સાથે-સાથે રમઝાનનો મહીનો પણ છે. જેના પગલે  લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ પણ વધ્યો છે.  ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો છે. તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે.

મહત્વનું છે કે ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 130 રૂપિયા કિલો ચાલી રહ્યો છે. નબળી ગુણવત્તાના લીંબુ 100 રૂપિયાની આસપાસના હોલસેલ ભાવે વેચાઇ રહ્યા છે. પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા-આવતા 200 રૂપિયા કિલો થઇ જાય છે.

રમઝાન મહીનાને લઇ પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે. તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધી ગયો છે.એક મહિના પહેલા ભાવનગરમાં લીંબુ 40 રૂપિયાના કિલો મળી રહ્યા હતા. તે લીંબુ હવે 200 રૂપિયાના કિલો મળી રહ્યા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે. આ સાથે લીંબુના સોડા-શરબત સહિતની વસ્તુઓનો આનંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખટાશ જોવા મળી રહી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">