અરવલ્લીઃ માલપુર નજીક પાઈપલાઈનમાં ભંગાણ, પાણીનો વેડફાટ, જુઓ
માલપુર વિસ્તારમાં ફરી એકવાર પાણીની પાઇપલાઈનમાં ભંગાણ પડવાને લઈ મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થવા લાગ્યો છે. SK-3 યોજનાનીન પાણીની પાઈપલાનમાં લીકેજ થવાને લઈ પાણી વડેફાઈ રહ્યુ છે. એક તરફ જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો મર્યાદીત છે, ત્યાં પાણીનો વેડફાટ થતો જોઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાં ફરી એકવાર પાણીનો વેડફાટ નજર આવ્યો છે. માલપુર વિસ્તારમાં ગોધરા હાઇવે વિસ્તારમાં પસાર થતી પાણી પુરવઠા યોજનાની પાઈપલાઈનમાં થી પાણીનો વ્યય થતો હોવાનું સામે આવ્યુ છે. પાઈપલાઈનમાં ભંગાણ થતા મોટું લીકેજ થયુ છે. જેને લઈ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થઈ રહ્યો છે.
આ પણ વાંચો: સાબરડેરીની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાયો, 15 બેઠક બિનહરીફ, BJP તરફી ઉમેદવારો વિજયી
જિલ્લાના જળાશયોમાં એક તરફ પાણીનો જથ્થો મર્યાદીત છે. જેને લઈ સ્થાનિકો અને ખેડૂતો પાણીનો ઉપયોગ કરકસર સાથે કરી રહ્યા છે. આવામાં SK-3 યોજનાની પાઇપલાઈનમાં લીકેજને લઈ પાણીનો વેડફાટ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે. સ્થાનિકો દ્વારા પાણીના વેડફાટને અટકાવવા માટે આ માટે પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે. લીકેજનું સમારકામ ત્વરીત હાથ ધરીને વેડફાટ અટકાવવા માટે માંગ કરવામાં આવી છે.