AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દ્વારકાધિશના દર્શને આવતા લાખો ભાવિકોની સલામતી માટે પોલીસ છાવણીમાં ફેરવાઈ દ્વારકા નગરી, મંદિર નજીક કરાઈ કિલ્લેબંધી- Video

દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારિકા નગરી પણ રાજાધિરાજના જન્મોત્સવની ઉજવણીમાં લીન બની છે લાખો ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. આ ભક્તોની સલામતી માટે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર દ્વારકા નગરીને પોલીસ છાવણીમાં તબ્દીલ કરી દેવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2025 | 10:00 PM
Share

આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ-ધામ ઉજવણી થઈ રહી છે..ત્યારે પર કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોની ભીડ જામી છે..મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા છે..વહેલી સવારે 6 વાગ્યા ભગવાન દ્વારકાધીશને મંગળા આરતી ઉતારવામાં આવી હતી..જે બાદ સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા દરમિયાન મંગળા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.. જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને દ્વારકામાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

લાખોની સંખ્યામાં આવનારા ભક્તોની સુરક્ષા માટે પોલીસ, હોમગાર્ડ્સ અને SRPની ટીમો તૈનાત કરવામાં આવી છે.પોલીસના સુરક્ષા બંદોબસ્તમાં 7 DySP, 90 જેટલા પોલીસ અધિકારી, 1,650 જેટલા પોલીસકર્મી ઉપરાંત હોમ ગાર્ડના જવાનો સુરક્ષામાં તૈનાત છે. ખાસ કરીને ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ પોઈન્ટ પર પોલીસ જવાનો તૈનાત છે.સુરક્ષાના ભાગરૂપે મંદિર અને તેની આસપાસના વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ પોલીસનું સઘન મોનિટરિંગ છે. આઈજી રેન્જ હેઠળના 4 જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભવ્ય રીતે ઊજવવામાં આવશે. જગત મંદિરને કલાત્મક રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે, જે દસ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તોની ભારે ભીડ જામી છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો આતુર બન્યા છે. તો તંત્રએ પણ ભક્તોના ધસારાને ધ્યાને રાખીને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ક્રાઉડ કંટ્રોલ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  કીર્તિસ્તંભ થી 56 સીડીથી પ્રવેશ કરી દર્શન બાદ મોક્ષ દ્વારેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Input Credit- Jignasa Kalani- Dwarka

દ્વારકાધિશના જન્મોત્સવ નિમીત્તે દ્વારકામાં ગુગળી બ્રાહ્મણની બહેનો દ્વારા તૈયાર કરાયા ખાસ 11 જાતના ભોગ- Video

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">