Kutch: કચ્છ કોટેશ્વર નજીકથી પોલીસે ચરસના વધુ 9 પેકેટ જપ્ત કર્યા, બિનવારસી જથ્થો મળવાનો સિલસિલો જારી, જુઓ Video

Kutch: કચ્છ કોટેશ્વર નજીકથી પોલીસે ચરસના વધુ 9 પેકેટ જપ્ત કર્યા, બિનવારસી જથ્થો મળવાનો સિલસિલો જારી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 10:19 PM

કચ્છ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી સતત મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. સ્થાનિક પોલીસને પણ વધુ એક વાર ચરસનો જથ્થો હાથ લાગ્યો છે. 9 જેટલા પેકેટ પોલીસને મળી આવ્યા છે.

કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી સતત માદક પદાર્થ-ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ ચાલુ છે. ગુજરાત પોલીસ સહિત કેન્દ્રીય એજન્સીઓ અને સુરક્ષા દળો આ બાબતે સતત સતર્ક છે. જેેન લઈ પાડોશી દેશ પાકિસ્તાન તરફથી ઘૂસાડવામાં આવતો ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ જવા પામે છે. આવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી સતત મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. સ્થાનિક પોલીસને પણ વધુ એક વાર ચરસનો જથ્થો હાથ લાગ્યો છે. 9 જેટલા પેકેટ પોલીસને મળી આવ્યા છે.

 

કોટેશ્વર નજીકથી પોલીસે બિનવારસી ચરસનો જથ્થો ઝડપાઈ આવ્યો છે. પોલીસને સ્થાનિક વિસ્તારમાંથી ચરસનો આ જથ્થો હાથ લાગ્યો છે. 9 જેટલા પેકેટ મળી આવવાને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છના પશ્વિમ કાંઠા વિસ્તારમાં છેલ્લા આઠ થી નવ દિવસમાં 180 જેટલા નશીલા પદાર્થોના પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યુરીટી ફોર્સ સહિત સુરક્ષા દળોને પણ ચરસ સહિતનો માદક પદાર્થનો જથ્થો હાથ લાગ્યો છે. આમ સતત નશીલા પદાર્થ ઘૂસાડવાનો તે પેકેટ ઝડપાઈ આવવાનો સિલસિલો જારી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં વિધર્મી યુવક ગેસ્ટ હાઉસમાં યુવતી લઈ પહોંચતા હિન્દુ સંગઠન કાર્યકરોનો હોબાળો, જુઓ Video

કચ્છ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2023 10:04 PM
g clip-path="url(#clip0_868_265)">