Kutch Rain : ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી પગલે તંત્ર સજ્જ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કલેકટરે આપી સૂચના, જુઓ Video
હવામાન વિભાગે આજે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. ધોધમાર વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાની પ્રજાને સલામત સ્થળો પર રહેવા માટે અપીલ કરી છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમરોળ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. ધોધમાર વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાની પ્રજાને સલામત સ્થળો પર રહેવા માટે અપીલ કરી છે.
અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્કૂલ, ધાર્મિક સ્થળ કે વાડીમાં આશ્રય લેવા જણાવાયું છે. સ્થાનિક લોકોને જરૂરિયાતમંદને મદદરૂપ થવા પણ અપીલ કરી છે. આજે સાંજના 4 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
Latest Videos
Latest News