Kutch Death: ભુજના ધાણેટીમાં ચાઈના ક્લેના ખનન સમયે ઘટી મોટી દુર્ઘટના, હાર્બર મશીનમાં બાળક આવી જતા પિતા, પુત્ર સહિત 3ના મોત
Kutch News: કચ્છના ભુજ તાલુકામાં આવેલા ધાણેટી ગામે ચાઈના ક્લેના ખનન સમયે મોટી દુર્ઘટા સર્જાઈ હતી. શ્રી હરી મિનરલ્સમાં દુર્ઘટનામાં ત્રણના મોત થયા છે. 10 વર્ષિય બાળક ચાઈના ક્લેના હાર્બર મશીનમાં આવી જતા બચાવવા જનાર પિતા અને ભાગીદાર સહિત ત્રણેયના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.
કચ્છના ભુજ તાલુકામાં આવેલા ધાણેટીમાં ચાઈના ક્લેના ખનન સમયે મોટી દુર્ઘટના સર્જાઈ છે. શ્રી હરી મિનરલ્સ નામની ફેક્ટરીમાં ખનન સામયે 10 વર્ષિય બાળક ચાઈના ક્લેના હોફર મશીનમાં આવી ગયો. ત્યારે બાળકને બચાવવા તેના પિતા દોડ્યા હતા. જોકે હોફર મશીનની ગતિ સામે કોઈ ટકી ન શક્યા અને પિતા,પુત્ર અને ભાગીદાર સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે.
કંપનીના માલિક ગોવિંદ ચામરિયા,તેના પુત્ર અને ભાગીદારનું મોત થયુ છે. ઘટનાની જાણ થતા જ ભુજ પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૃતદેહોને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હતભાગી પિતા અને પુત્ર રાપર તાલુકાના કલ્યાણપુર ગામના વતની હતા. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.
દુર્ભાગ્યપૂર્ણ પગલે સમગ્ર ધાણેટીમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને શોકનું મોજુ ફરી વળ્યુ છે. પિતાપુત્ર બંનેના મોત થતા પરિવાર શોકાતુર બન્યો છે.
Input Credit- Jay Dave- Kutch
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો