KUTCH : નવરાત્રિમાં આશાપુરા માતાજીનું મંદિર ખુલ્લું રહેશે, મેળાનું આયોજન રહેશે બંધ

નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ, ગત વરસે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 6:34 PM

ભક્તજનો માટે એક સારા સમાચાર છે. કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લુ રહેશે. ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે ભક્તો નવરાત્રી સમયે મંદિરમાં જઈ દર્શન કરી શકશે. નવરાત્રી દરમિયાન મંદિર સવારના 4થી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પરંતુ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ અને સ્ટોલ આ વર્ષે પણ ઉભા નહીં કરવામાં આવે સાથે નવરાત્રી સમયે મેળાનું થતું આયોજન પણ આ વર્ષે બંધ રહેશે.

ગત વરસે આશાપુરા માતાજીનું મંદિર બંધ રહ્યું હતું

કોરોના કાળમાં (Coronavirus) 1600 વર્ષની પરંપરા સૌપ્રથમવાર ગત વરસે તુટી હતી. આશાપુરા માતાના (Mata no madh) મઢમાં ગયા વરસે આસો નવરાત્રિ રદ કરાઇ હતી. ક્ચ્છ ધણીયાણી (Ashapura Temple Kutch) આશાપુરામાંનો મહિમા અપરંપાર છે. નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવે છે.

અને નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. પરંતુ, ગત વરસે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટી હતી. અને, માતાનો મઢ નવરાત્રિ (Navratri 2020) દરમિયાન ભક્તો માટે બંધ કરવામાં આવ્યો હતો. જોકે, આ વરસે ફરી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે. જેને પગલે માતાના ભક્તોમાં ખુશીની લહેર છવાઇ છે.

આશાપુરા માં ની મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશનીનાં હોય એ અહીંયા આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરા માં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. કચ્છનો રાજ પરિવાર માતાજીનાં પ્રથમ સેવક માનવામાં આવે છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">