Breaking News : વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ભરાયા પાણી, BPLની બે મેચ કરવી પડી રદ, જુઓ Video
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પણ પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાતા BPL ની બે મેચ કરવી પડી રદ કરવી પડી છે. તેમજ નબળી ડ્રેઇન સિસ્ટમની પોલ ખુલી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 23 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે છે. રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદે જનજીવનને અસર કર્યું છે. આ સાથે જ વરસાદની અસર મેચોને પણ થઇ છે.
વડોદરા રાજકોટ, અમરેલી, દાહોદ, અને છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે,225 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પણ પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાતા BPL ની બે મેચ કરવી પડી રદ કરવી પડી છે. તેમજ નબળી ડ્રેઇન સિસ્ટમની પોલ ખુલી છે
પાણી ભરાતા BPLની બે મેચ રદ
વડોદરા સામાન્ય વરસાદમાં કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાયા છે.સ્ટેડિયમમાં પાણી ભરાતા BPLની બે મેચ રદ કરવી પડી છે.સ્ટેડિયમની નબળી ડ્રેઇન સિસ્ટમની પોલ ખુલી છે.કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાતા બરોડા ક્રિકેટ એસોસિએશનના દાવા પોકળ સાબિત થયા છે.આ સાથે ઇન્ટરનેશનલ મેચના આયોજન સામે સવાલો ઊભા થયા છે.તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ શરુઆત વડોદરા અને રાજકોટના મેદાનથી વર્ષ 2026માં તેની ક્રિકેટ મેચથી કરશે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા 3 મેચની વનડે સીરિઝની પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ વડોદરાના મેદાન પર રમશે. તો બીજી મેચ 14 જાન્યુઆરીના રોજ રાજકોટના મેદાન પર રમાશે.