AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: જસદણમાં પ્રેમલગ્નમાં સુધારાની માગ સહિત અનેક મુદ્દે યોજી રેલી, કોળી સમાજે કર્યુ માગનું સમર્થન

પ્રેમલગ્નના કાયદામાં સુધાર કરવાની પાટીદાર સમાજની માગને હવે કોળી સમાજે પણ ટેકો જાહેર કરતા સમર્થન કર્યુ છે. કોળી સમાજના પ્રવિણ કોળીના જણાવ્યા મુજબ તેઓ ખભે ખભો મિલાવીને પાટીદાર સમાજની આ માગમાં તેમની સાથે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2025 | 6:06 PM
Share

પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની માગ કરાઈ રહી છે. ત્યારે પાટીદાર સમાજને કોળી સમાજના આગેવાને પણ સમર્થન આપ્યું છે. કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ કહ્યું હતું કે પ્રેમ લગ્ન કરનાર યુવતી પહેલા તેના માતાપિતાની સંમતિ લે પછી જ લગ્ન કરે તેવી પાટીદાર સમાજની માગ યોગ્ય છે.

અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ જણાવ્યુ કે યુવક યુવતીઓ જે ભાગીને લગ્ન કરી લેતા હોય છે તેમા કાયદામાં સુધાર લાવવાની જરૂરિયાત જણાય છે અને પાટીદાર સમાજની આ માગ સાથે કોળી સમાજ પણ ખભેખભો મિલાવીન તેમની સાથે ઉભો છે અને તેમને ટેકો જાહેર કરે છે. પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્નના કાયદામાં સુધાર કરવાની માગ સાથે અત્યાર સુધીમાં મહેસાણામાં અને રાજકોટના જસદણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે અને આગામી દિવસો બોટાદમાં પણ આ પ્રકારની રેલી યોજવાના છે.

પ્રવિણ કોળીએ જણાવ્યુ કે પ્રેમલગ્નના કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજની માગ યોગ્ય છે. પાટીદાર સમાજે લગ્ન નોંધણી સહિત અને મુદ્દે રેલી યોજી હતી. પાટીદાર સમાજની જેમ કોળી સમાજની પણ એ જ માગ છે.

ભાવેણાવાસીઓ વર્ષોથી કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની માગ, વર્ષો જૂની માગનો ક્યારે આવશે અંત?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">