Breaking News : નામ પર સસ્પેન્સ વચ્ચે રાજકોટમાં આવતીકાલે ભાજપના 72 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે, જુઓ વીડિયો
રાજકોટ-ઉમેદવારોના નામોને લઇને સસ્પેન્સ વચ્ચે ભાજપે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે,આવતીકાલે 72 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે.ભાજપના કેટલાક નામો નિશ્વિત હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ભાજપે શહેરના તમામ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો હતો. ત્યારે હવે RMCની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.રાજકોટ-ઉમેદવારોના નામોને લઇને સસ્પેન્સ વચ્ચે ભાજપે ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ કરી છે.ભાજપ દ્રારા ઉમેદવારીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
28 એપ્રિલે મતગણતરી
આવતીકાલે 72 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે.બહુમાળી ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું.સવારે 8-30 વાગ્યાથી પોતાના વિસ્તારમાંથી ઉમેદવારો બહુમાળી ચોક ખાતે પહોંચશે.સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર થશે તેવો ભાજપે દાવો કર્યો છે. ચૂંટણીમાં મત આપ્યા બાદ હવે મતદારો કોને પસંદ કરે છે તે 28 એપ્રિલે મતગણતરીના દિવસે સ્પષ્ટ થશે.
ભાજપના કેટલાક નામો નિશ્વિત
- અલ્પેશ મોરઝરીયા -વોર્ડ નંબર 1
- ઘનશ્યામ હેરભા -વોર્ડ નંબર 10
- નરેન્દ્રસિંહ જાડેજા -વોર્ડ નંબર 3
- સંજયસિંહ રાણા -વોર્ડ નંબર 18
- ભારતીબેન પરસાણા-વોર્ડ નંબર 18
- મનીષ ભટ્ટ-વોર્ડ નંબર 8
- અશ્વિન ભોરણિયા -વોર્ડ નંબર 10
- પરેશ પીપળિયા.-સામાકાંઠા
- નેહલ શુક્લ-વોર્ડ નંબર 7
રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
