આજનું હવામાન : ડિપ ડિપ્રેશન વાવાઝોડામાં થશે પરિવર્તન, જાણો ગુજરાતના ક્યાં જિલ્લાઓમાં થશે સાયક્લોનની અસર, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે ડીપ ડીપ્રેશન આજે વાવાઝોડામાં પરિવર્તન થશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘ તાંડવથી રાહત મળી શકે છે. જો કે આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટતુ જોવા મળશે. તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. આજે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.
વાવાઝોડાને લઈ પરેશ ગોસ્વામીએ કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આજે ગુજરાતના જામનગર, દ્વારકા, કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર વાવાઝોડાની અસર ગુજરાત પર ખાસ થશે નહીં. આગામી 24 થી 36 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે વાવાઝોડું સૌથી ઓછું આયુષ્ય ધરાવતું હશે. સૌરાષ્ટ્ર – કચ્છમાં 40 થી 60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.