તરભ વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ગગનચુંબી મંદિરની જાણો વિશેષતા

તરભ વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ગગનચુંબી મંદિરની જાણો વિશેષતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2024 | 8:12 AM

મહેસાણા જિલ્લાના તરભના વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થનાર છે. મંદિર રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવ મંદિર છે. મહોત્સવમાં રાજ્ય અને દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

તરભના વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓ રાજ્ય અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વિસનગરના તરભમાં નિર્માણ કરવામાં આવેલ વાળીનાથ મહાદેવના મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. દેશભરમાંથી આ માટે ફૂલોને મંગાવવામાં આવ્યા છે અને સુંદર રીતે મંદિર શણગારવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેયડ બેટ-દ્વારકાના સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓ? જુઓ

મંદિર વિશે વાત કરવામાં આવે તો, 1.45 લાખ ઘનફુટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. બંસી પહાડના પથ્થરથી નાગર શૈલીમાં મંદિરને નિર્માણ કરવામાં આવ્યુ છે. ગુલાબી પથ્થર વડે 101 ફૂટની ઉંચાઈ ધરાવતું મંદિર તૈયાર કરવામાં આવ્યુ છે. મંદિર 265 લંબાઈ અને 165 પહોળાઇ ધરાવે છે. મંદિરમાં નાગર શૈલી કોતરણીમાં પણ કરવામાં આવી છે. મંદિરનું નિર્માણ 10 વર્ષથી શરુ કરવામાં આવ્યુ હતુ. ગુરુપુષ્ય યોગમાં આ મંદિરની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 20, 2024 08:12 AM
g clip-path="url(#clip0_868_265)">