જાણો સુરતના 5 ઝોનના કયા વિસ્તારોમા રહેશે પાણીનો કાપ ?

સુરતમા પાણીના કાપથી કુલ 20 લાખ લોકોને અસર થશે. જેમાં અઠવા, ઉધના, લીંબાયત, વરાછા અને જેવા સેન્ટ્રલ ઝોનના એરિયામા પાણીનો કાપ મુકવામાં આવશે. આ પ્રકારની સમસ્યા અગાઉ પણ ઘણી વાર જોવા મળી છે. અગાઉ 27 અને 28 જુલાઈના રોજ પણ વિસ્તારોમા પાણીનો કાપ મુકવામાં આવ્યા હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 10:09 AM

સુરતના કતારગામ અને ઉધનામાં પાણીની પાઈપલાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી તેમજ નવી નળીનું જોડાણ અને રિપેરિંગ કામ હાથ ધરવાનુ હોવાથી સુરતના 5 ઝોનમા આવતી કાલે પાણીમા કાપ મુકવામા આવશે. જેના કારણે લોકોમા પીવાના પાણીની સમસ્યા સર્જાય શકે છે. સુરતમા પાણીના કાપથી કુલ 20 લાખ લોકોને અસર થશે. જેમાં અઠવા, ઉધના, લીંબાયત, વરાછા અને જેવા સેન્ટ્રલ ઝોનના એરિયામા પાણીનો કાપ મુકવામાં આવશે. આ પ્રકારની સમસ્યા અગાઉ પણ ઘણી વાર જોવા મળી છે. અગાઉ 27 અને 28 જુલાઈના રોજ પણ વિસ્તારોમા પાણીનો કાપ મુકવામાં આવ્યા હતો.

કયા ઝોનના કયા વિસ્તારોને થશે અસર ?

પાણીની લાઇન રીપેરીંગ કરવાની હોય વિવિધ જળવિતરણ મથકની અંડર ગ્રાઉન્ડ તેમજ ઓવર હેડ ટાંકી ભરી ઉધના ઝોન તેમ જ સેન્ટ્રલ ઝોન વિસ્તારને પાણીનો સપ્લાય કરી શકાશે નહી. જયારે અઠવા ઝોનમાં અંબાનગર, ભટાર ચાર રસ્તાથી સોસીયો સર્કલ અને નવી સિવિલ હોસ્પિટલ સુધીનો ઉત્તર તરફનો ભાગ, મજુરા વિસ્તાર, ધોડદોડ રોડ, રામચોક, મજુરાગેટ, ભટાર અને અઠવાલાઇન્સ વિસ્તારને પાણી પુરવઠો આપી શકાશે નહિ. કામગીરી પૂર્ણ થતાની સાથે જ તમામ ઝોનમાં પાણી પુરવઠો રેગ્યુલર કરવામાં આવશે.

કતારગામ વોટર વર્ક્સથી આવતી 1524 મીમી અને 1321 મીમી વ્યસની પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી ઉધના ઝોન એ, વરાછા ઝોન, લીંબાયત ઝોન અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં. તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ઝોનમાં આવેલ બમરોલી, ગોવાલક, આશાપુરી સોસાયટી, કર્મયોગી સોસાયટી, પાંડેસરા જીઆઇડીસી સહિતનો વિસ્તાર, વરાછા ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, એલ એચ રોડ, કાપોદ્રા, કરંજ અને ઉમરપાડા સહિતના વિસ્તાર, લીંબાયત ઝોનમાં નીલગીરી સર્કલ, ત્રિકમ નગર, અને ડિંડોલી સહિતનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં દિલ્હીગેટથી ચોક સુધીનો ઉત્તર તરફનો વિસ્તાર, મહિધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, શાહપોર અને ગોટાલાવાડી સહિતના વિસ્તારનો સમાવેશ સેન્ટ્રલ ઝોનમા આવે છે.

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">