સુરત: સોલાર પેનાલના વેપારીના અપહરણ કેસમાં બે આરોપીની ધરપકડ, વેપારીને ગોંધી રાખી પડાવ્યા હતા 5 લાખ રૂપિયા

સુરત: સોલાર પેનાલના વેપારીના અપહરણ કેસમાં બે આરોપીની ધરપકડ, વેપારીને ગોંધી રાખી પડાવ્યા હતા 5 લાખ રૂપિયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 10:29 PM

Surat: સુરતના મહિધરપુરામાં સોલાર પેનલના વેપારીનુ અપહરણ કરનારા બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ વેપારીનું અપહરણ કરી, તેને ધમકાવી તેની પાસેથી ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા.

સુરતના મહિધરપુરામાંથી સોલાર પેનલના વેપારીના અપહરણ કેસના બે આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે બે અપહરણકર્તાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ પૈસાની લેતીદેતીમાં વેપારીનું અપહરણ કર્યું હતું અને અપહરણ કરી ડિંડોલી વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઇ ગયા હતા ત્યાર બાદ મકાનમાં વેપારીને ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં વેપારીને ધમકાવી તેની પાસેથી ઓનલાઇન પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પણ સામે આવ્યું છે.

વેપારીને ગોંધી રાખી માર મારી 5 લાખ રૂપિયા પડાવ્યા

પોલીસના જણાવ્યા મુજબ અપહરણ કરનારા બંને આરોપીઓને હાલમાં રિમાન્ડ પર છે. તેમની સામે અપહરણ, ખંડણી, માર મારવો, ધમકી આપવી સહિતની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમણે ડિંડોલી વિસ્તારમાં અગાઉ મકાન ભાડે રાખેલુ હતુ. રિક્ષાવાળાની મદદથી અપહ્યત વ્યક્તિને ત્યાં લઈ જઈ, ગોંધી રાખી માર મારી એના એકાઉન્ટમાંથી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે ગુનો નોંધાયા પછી પોલીસની સતર્કતાને કારણે અમુક ટ્રાન્જેક્શન રિવર્સ થયેલા હતા. પરંતુ ફરિયાદીના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થઈ ગયેલુ હતુ. જેમા તપાસ હેઠળ વધુ કામગીરી શરૂ છે.

ચોરને ચપ્પુ બતાવીને ચોરીનો માલ સામાન લઈને ફરાર

તો બીજી તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં ચોરનો ભાઇ ઘંટી ચોર જેવી ઘટના સામે આવી છે. મીઠીખાડી નુરા નજીક કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. દુકાનનું શટર ઉંચું કરીને ચોર દુકાનમાં ઘુસી ગયો હતો. જયાં તેણે ટેબલના ખાનામાં મુકેલા રોકડ 70 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે બીજા બે ચોર આ ચોરને ચપ્પુ બતાવીને ચોરીનો માલ સામાન લઈને ફરાર થઈ જાય છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

 

g clip-path="url(#clip0_868_265)">