ખંભાળિયા તાલુકાના પશુપાલકો ઘાસચારા માટે ધક્કા ખાવા મજબુર, કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા બાદ નથી મળતો ચારો- Video

ખંભાળિયા તાલુકાના પશુપાલકો ઘાસચારા માટે ધક્કા ખાવા મજબુર, કલાકો સુધી કતારોમાં ઉભા રહ્યા બાદ નથી મળતો ચારો- Video

| Edited By: | Updated on: Sep 05, 2026 | 9:20 PM

ખંભાળિયા તાલુકાના પશુપાલકોએ ઘાસચારો મેળવવા માટે ઘાસ ગોડાઉન ખાતે વહેલી સવારથી પહોંચ્યા હતા. આ પશુપાલકોને નોંમના દિવસે ઘાસચારો આપશે તેમ કહેવામાં આવ્યુ હતુ. ત્યારે 70 થી વધુ ગામોના પશુપાલકો ઘાસચારા માટે ઉમટ્યા હતા પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ધક્કો ખાઈને ઘાસચારા વિના જ પરત ફરવુ પડ્યુ હતુ,

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ વધુ કફોડી બની છે. વરસાદ ખેંચાતા ક્યાંય માલઢોર માટે ચરણ પણ મળી નથી રહ્યુ અને ખેડૂતોને ઘાસ ડેપો પર નિર્ભર રહેવુ પડે છે. આજે ખંભાળિયા તાલુકાના 70 થી વધુ ગામના પશુપાલકો ઘાસ ડેપો ખાતે સવારથી લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટતા ઘાસ વિતરણ વ્યવસ્થામાં વિલંબ થઈ રહ્યો હતો. પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ કેટલાક પશુપાલકોને ઘાસચારો ન મળતા રોષ અને નારાજગી જોવા મળી હતી.

ખેડૂતોનું કહેવુ છે કે પોતાના કામ ધંધા મુકીને 100-150 રૂપિયાનું પેટ્રોલ ખર્ચીને તેઓ અહીં ઘાસ મેળવવા માટે આવ્યા ત્યારે કલાકો સુધી તપ ધર્યા બાદ તેમને ઘાસ વિના જ પરત ફરવુ પડ્યુ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાછતા પશુપાલકોને બોલાવાયા હતા.

આ તમામ રોષ અને હાલાકી વચ્ચે ખેડૂત નેતા પાલ આંબલિયા ઘાસ કેન્દ્ર પર પહોંચ્યા હતા. પાલ આંબલિયાએ તંત્રને ફોન કરી સમગ્ર માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યુ કે ખેડૂતો કલાકોથી રસ્તામાં કતારોમાં ઉભેલા છે. ઘાસ ડેપોવાળાએ તેમના માટે છાંયડામાં બેસવાની વવ્યવસ્થા કરવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યુ કે છેવાડાના વિસ્તારમાં ખાલી પડેલી જગ્યામાં વધુ ઘાસ ડેપો પણ શરુ કરવા જોઈએ. હાલ પશુપાલકોને પડેલી હાલાકીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ટૂંક સમયમાં વધુ ઘાસ ડેપો શરૂ કરવાની ખાતરી આપી છે.

શું જૌહર કરનારી રાણીઓ કાયર હતી કે વિરાંગના? શું સમયને પારખી જઈ નર્કની જિંદગી છોડીને જૌહર કરવુ એ કાયરતા હતી કે વીરતા?

Follow Us
Loading...
Unable to load recommendations.