Sabarkantha: શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઉંડા ખાડા, નવા નિર્માણ થયેલા પુલની હાલત ફરી ભંગાર બની-Video
Shamlaji-Ahmedabad Highway: સામાન્ય વરસાદમાં પણ શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવે ધોવાઈ જઈ રહ્યો છે. રસ્તા પર અનેક ઠેકાણે એક એક ફુટ ઉંડા ખાડા પડ્યા છે. મોટા ભાગના ઓવરબ્રિજ પર ખાડાઓ પડવાને લઈ પુલ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. જેને લઈ વાહનચાલકો પરેશાન થઈ ચુક્યા છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને હાલમાં સિક્સ લેનમાં રુપાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. આ દરમિયાન ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને લઈ ઠેર ઠેર નવા રોડ પર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઉંડા ખાડાઓ પડવાને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા છે. હાઈવેની વર્તમાન સ્થિતીને લઈ લોકો પરેશાન બન્યા છે.
સિક્સ લાઈન કરતા જૂનો ફોર લાઈન નેશનલ હાઈવે વધુ સલામત હતો એવો સ્થાનિકોને અહેસાસ થઈ રહ્યો છે. હિંમતનગરથી ચિલોડા અને હિંમતનગર થી શામળાજી એમ બંને ખંડમાં આવેલા ઓવરબ્રિજની હાલત અત્યંત ભંગાર હોવાનુ જોવા મળી રહ્યુ છે.
ફરી ભંગાર બન્યા નવનિર્મિત ઓવરબ્રિજ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેને હાલમાં સિક્સ લેનમાં રુપાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. નિર્માણ કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. આ દરમિયાન ઓવરબ્રિજ અને હાઈવેનુ કાર્ય નબળી ગુણવત્તાનુ કરવાને લઈ ઠેર ઠેર નવા રોડ પર ખાડા પડ્યા છે. અનેક જ્યાએ લાંબા અને ઉંડા ખાડાઓ પડવાને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા છે. હાઈવેની વર્તમાન સ્થિતીને લઈ લોકો પરેશાન બન્યા છે. સિક્સ લાઈન કરતા જૂનો ફોર લાઈન નેશનલ હાઈવે વધુ સલામત હતો એવો અહેસાસ થઈ રહ્યો છે. હિંમતનગરથી ચિલોડા અને હિંમતનગર થી શામળાજી એમ બંને ખંડમાં આવેલા ઓવરબ્રિજની હાલત અત્યંત ભંગાર હોવાનુ જોવા મળી રહ્યુ છે.
સાંસદે પણ કરી હતી ફરીયાદ
દ્રશ્યોમાં જોઈમાં શકાય છે કે, જે રીતે હાલતમાં નેશનલ હાઈવેની હાલત છે એ ખૂબ જ જોખમી જણાઈ રહી છે. નેશનલ હાઈવે પર નવા જ બનાવેલા બ્રિજ પર આ પ્રકારે ઉંડા અને મોટા ખાડા પડ્યા છે. પ્રાંતિજના જેસીંગપુરા, પિલુદ્રા બાગ, દલપુર, હાજીપુર, સાબરડેરી ઉપરાંત હિંમતનગરથી શામળાજી વચ્ચે આગીયોલ, કરણપુર, ગાંભોઈ, રાયગઢ સહિતના ઓવરબ્રિજ પર ખાડા પડ્યા છે. સ્થાનિક લોકોએ આ માટે રજૂઆતો કરી છે. સાસંદ દ્વારા રુબરુ અને લેખિત પણ અનેક રજૂઆતો કરવા છતાં નબળી ગુણવત્તાના કાર્યને લઈ રસ્તાઓ પર ખાડા પડ્યા છે. જેને લઈ હવે સ્થાનિકો હાઈવે પર ધરણા ધરવાની તૈયારીઓ કરી ચૂક્યા છે. ગાંભોઈના નાયબ સરપંચે ભગવાનભાઈ ચૌધરીએ TV9 સાથેની વાતચીતમાં બતાવ્યુ હતુ કે, લોકો હવે રોષે ભરાયા હોવાની અને ધરણાની તૈયારી કરી રહ્યા હોય એમ અમને કહી રજૂઆત કરી રહ્યા છે.