Mehsana : કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન, 108ના હુલામણા નામથી જાણીતા હતા ધારાસભ્ય, જુઓ Video
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડીવારમાં નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. કરશન સોલંકી છેલ્લા ઘણા સમયથી કેન્સપ સામે જંગ લડી રહ્યા હતા.
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થયું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડીવારમાં નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. કરશન સોલંકી છેલ્લા ઘણા સમયથી કેન્સપ સામે જંગ લડી રહ્યા હતા. કડી વિધાનસભામાં છેલ્લી 2 ટર્મથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય કરશન સોલંકીને 108ના હુલામણા નામથી જાણીતા હતા. વતન નગરાસણ ખાતે અંતિમ સંસ્કાર કરાશે. જો કે CM ભૂપેન્દ્ર પટેલ અને ઋષિકેશ પટેલે પણ અંતિમ દર્શન કર્યાં છે.
ધારાસભ્ય છતા બસનો કરતા હતો ઉપયોગ
કડીના ધારાસભ્યના કરશન સોલંકીનો જન્મ 1 જાન્યુઆરી 1957નો રોજ થયો હતો. 60 વર્ષની વયે કરશન સોંલકી કડીના ધારાસભ્ય બન્યા હતા. કડી વિધાનસભા બેઠક પર બે ટર્મથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા.સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો ઉપયોગ કરતાં હતા. ધારાસભ્ય તરીકે મળતી અનેક સુવિધાઓનો લાભ લીધો ન હતો.