Mehsana: કડી સરકારી હોસ્પિટલના તબિબો અને કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી, 4 માસથી પગાર બાકી, જુઓ Video
મહેસાણાની કડીની સરકારી હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તબીબો શનિવાર સુધી હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ચાર મહિનાથી પગાર તબીબો અને કર્મચારીઓને નહીં ચુકવાયો હોવાને લઈ આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. તબીબો અને કર્મચારીઓની હડતાળને પગલે દર્દીઓ પરેશાન બન્યા છે અને સારવાર માટે વલખાં મારવાની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: લાઉડ સ્પીકર વગાડવા માટે સાઉન્ડ સીસ્ટમ લિમિટર લગાવવું જરુરી, જેના વિના નહીં મળે મંજૂરી
તબીબો સહિત 17 કર્મચારીઓ વર્ગ 2 અને વર્ગ 3 ના હડતાળ પર ઉતર્યા છે. પગાર વિના કર્મચારીઓ અને તબીબો પણ પરેશાન છે અને તેમને પણ લોનના હપ્તા સહિતની અનેક સમસ્યાઓ સર્જાતા આર્થિક તંગીમાંથી પસાર થવુ પડ્યુ છે. આ દરમિયાન હવે કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.