Junagadh Video : ભવનાથમાં સનાતન ધર્મના રક્ષણ માટે મળશે સંત સંમેલન, ગુજરાતભરના સંતો-મહંતો હાજર રહેશે
જૂનાગઢના ભવનાથમાં સનાતન ધર્મના રક્ષણ માટે સંત સંમેલન (Sant Sammelan) યોજાશે. સનાતન ધર્મ પર થતાં પ્રહારો સામે લડત આપવા ગુજરાતભરના સંતો એકમંચ પર ભેગા થશે અને ધર્મની રક્ષા કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરશે. સનાતન ધર્મ પર થઇ રહેલા પ્રહાર સામે સંત સંમેલન મળશે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના સંતો અને મહંતો હાજર રહેશે.
Junagadh :આજે જૂનાગઢના ભવનાથમાં સનાતન ધર્મના રક્ષણ માટે સંત સંમેલન (Sant Sammelan) યોજાશે. સનાતન ધર્મ પર થતાં પ્રહારો સામે લડત આપવા ગુજરાતભરના સંતો એકમંચ પર ભેગા થશે અને ધર્મની રક્ષા કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરશે. સનાતન ધર્મ પર થઇ રહેલા પ્રહાર સામે સંત સંમેલન મળશે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના સંતો અને મહંતો હાજર રહેશે.
આ બેઠકમાં સનાતન ધર્મ પર જે પ્રમાણે અનેક સમુદાયો તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા તેની સામે લડત કેવી રીતે આપી શકાય તે સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સંમેલનમાં જુદી જુદી સમિતિની રચના કરવામાં આવશે. સનાતન ધર્મ સંરક્ષક સમિતિની રચના કરાશે. આ સમિતિમાં પ્રમુખ સંતોનો સમાવેશ કરાશે..જ્યારે વિદ્ધાન સંતો અને સંસ્કૃતિના વિદ્ધાનની અધ્યક્ષતમાં સત્ય સંશોધન સમિતિ બનાવવામાં આવશે.
તો મીડિયા પ્રવક્તા સમિતિની વિશેષ રચના કરાશે. આ સમિતિ જ્યારે પણ ધર્મને લઇને કોઇપણ વિવાદ થશે ત્યારે સત્ય માહિતી આપશે અને મીડિયા ડીબેટમાં સહયોગ કરશે. કાયદાના જાણકારો અને શિક્ષણવિદોની અધ્યક્ષતામાં કાયદાકીય સમિતિની રચના કરશે. નાણાં સમિતિ પણ રચવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
