Junagadh : વિસાવદરના પાણી ભરેલા અંડરપાસમાં ફસાઇ યાત્રિકોની બસ, ટ્રેક્ટરની મદદથી યાત્રાળુઓને કઢાયા બહાર, જૂઓ Video
અંડરપાસમાં પહેલેથી જ 4 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયેલા હતા. જે પછી ડ્રાયવરે ઓછુ પાણી સમજીને વિસાવદરના અંડરપાસમાં બસ ઉતારી હતી. જો કે પાણીમાં ગયા બાદ બસ બંધ પડી ગઇ હતી અને બધા યાત્રિકોના જીવ તાળવે ચોટી ગયા હતા.
Junagadh : જૂનાગઢમાં એક બસ અંડરપાસના (Underpass) પાણીમાં ફસાઇ ગયાનો વીડિયો (Video) સામે આવ્યો છે. ધારીથી જુનાગઢ તરફ જતી યાત્રિકો ભરેલી બસ વિસાવદરના અંડરપાસવાળા રસ્તેથી પસાર થવાની હતી. અંડરપાસમાં પહેલેથી જ 4 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયેલા હતા. જે પછી ડ્રાયવરે ઓછુ પાણી સમજીને વિસાવદરના અંડરપાસમાં બસ ઉતારી હતી. જો કે પાણીમાં ગયા બાદ બસ બંધ પડી ગઇ હતી અને બધા યાત્રિકોના જીવ તાળવે ચોટી ગયા હતા.
આ પણ વાંચો-Rajkot : રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં, Videoમાં જુઓ દ્રશ્યો
ત્યારબાદ બસમાંથી થોડા યાત્રિકોએ આસપાસના લોકોને જાણ કરીને મદદ માગી હતી. જે પછી ટ્રેકટર બોલાવવામાં આવ્યુ હતુ. ટ્રેક્ટરની મદદથી યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ બસને પણ ખેંચીને પાણીથી બહાર કાઢવામાં આવી હતી.
