Rajkot : રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં, Videoમાં જુઓ દ્રશ્યો

Rajkot : રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં, Videoમાં જુઓ દ્રશ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 2:16 PM

રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં જોવા મળતા મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. બસની અંદર અને બહાર પતરા વાગતા હોવાની મુસાફરોની ફરિયાદ છે. ખખડધજ બસમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.

Rajkot : સામાન્ય રીતે આપણે બધાએ આ સૂત્ર તો સાંભળ્યુ જ હશે. એસટી અમારી, સલામત સવારી’ સરકારી બસના આ સૂત્રનો છેદ ઉડાડતા દ્રશ્યો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યા છે. જયાં સલામત સવારી અસલામત સવારી બની છે. જી હા રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં જોવા મળતા મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.

આ પણ વાંચો : Rajkot : આતંકીઓ પકડાવાના કેસમાં ગુજરાત ATSની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી, આતંકીઓ હથિયાર ખરીદવાની રાહમાં હતા, જૂઓ Video

બસની અંદર અને બહાર પતરા વાગતા હોવાની મુસાફરોની ફરિયાદ છે. ખખડધજ બસમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. તો ખખડધજ બસ ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે. લખતર ગ્રામ્ય પંથકના લોકોએ નવી ST બસ મુકવાની માગ કરી છે. તો આ તરફ જૂનાગઢમાં એક બસ અંડરપાસના પાણીમાં ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના વિસાવદરના અંડરપાસમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">