Junagadh: કેશોદ માર્કેટ યાર્ડમાં SOGએ બોલાવ્યો સપાટો, ઘઉં-ચોખાના 150થી વધુ કટ્ટા મળી આવ્યા

જૂનાગઢના કેશોદ માર્કેટ યાર્ડ પર SOGની ટીમે સપાટો બોલાવતા નકલી રાશનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે માર્કેટ યાર્ડની 3 દુકાનોમાં કાર્યવાહી હાથ ધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 8:44 PM

Junagadh: જૂનાગઢના કેશોદ માર્કેટ યાર્ડ પર SOGની ટીમે સપાટો બોલાવતા નકલી રાશનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે માર્કેટ યાર્ડની 3 દુકાનોમાં કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઘઉં અને ચોખાના આશરે 150 કરતા વધુ કટ્ટા મળી આવ્યા હતા. સમગ્ર મામલાની વધુ તપાસ માટે મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બ્રેઈન ડેડ વૃદ્ધના પરિવારે કર્યું અંગદાન

જૂનાગઢમાં 66 વર્ષીય વૃદ્ધનું બ્રેઈન ડેડ થતા તેના પરિવાર દ્વારા કીડની અને લીવરનું દાન કરી સમાજને એક ઉત્તમ ઊદાહરણ આપ્યું છે. જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામના 66 વર્ષીય મગનભાઈ ગજેરા પોતાના ઘરે પડી જતા માથાના ભાગે હેમરેજ થયું હતું. મેડિકલ ટ્રિટમેન્ટ દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જણાઈ આવતા તેમને મૃત જાહેર કરાયા હતા. આ પરિસ્થિતિમાં મૃતકના પરિવારજનોએ તેમના અંગદાન કરવાનો નિર્ણય લીધો. મૃતકનાના પુત્રની સહમતિ બાદ તેમના કિડની, લીવરનું દાન કરવામાં આવ્યું હતું. તપાસ કરતા કિડની અને લીવરની અમદાવાદ હોસ્પિટલમાં જરૂરિયાત હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી ડોક્ટરનો સંપર્ક કરી મૃતકના અંગોને ગ્રીન કોરિડોર મારફત કેશોદ એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મોકલાયા હતા. મૃત્યુ બાદ અન્ય લોકોને નવજીવન મળે તે માટે અંગદાન કરવાની પ્રેરણા સમાજને ગજેરા પરિવારે પુરી પાડી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">