AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: રાજ્યકક્ષાની સ્વતંત્રંત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

Junagadh: રાજ્યકક્ષાની સ્વતંત્રંત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:18 AM
Share

આજે સવાર થી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન અને પરેડ નું રીહલસલ કરવામાં આવ્યું હતું

Junagadh: 15 મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રંત્તા પર્વની ઉજવણી જૂનાગઢમાં યોજાનાર છે જેને લઈને આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આખરી ઓપ આપવામાં આવી હતી અને ઐતિહાસિક ઇમારતો અને સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની ઉજવણી ધામધૂમ પૂર્વક થવાની છે અને રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) અને રાજ્યપાલ સહીતના મહાનુભાવો ઉપસ્થીત રહેવાના છે. જેના અનુસંધાને તંત્ર દ્વારા તડામાર તૈયારી ને આખરી ઓપ આપી હતી.

 

જેમાં શહેરની ઐતીહાસીક ઇમારતોમાં તાજ મહલની પ્રતિ કૃતી સમાન મહાબત મકબરા , રેલવે સ્ટેશનનો સરદાર બાગ દરવાજો, મનોરંજન સર્કીટ હાઉસ અને કલેકટર કચેરી સહીત અને બીલ્ડીંગોને રોશનીથી શણગારવામાં આવી છે ત્યારે આજે સવાર થી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન અને પરેડ નું રીહલસલ કરવામાં આવ્યું હતું. જેમાં હેલીકૉપટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેની સાથે પોલીસ ઘોડે સવાર દ્વારા અવનવા કરતબ જોવા મળ્યા હતા.

રાજ્ય ભરના પોલીસ શ્વાન દ્વારા થતી કામગીરી બતાવામાં આવી હતી તેની સાથે પોલીસ જવાનો દ્વારા બાઈકના સ્ટંટ પણ જોવા મળ્યા હતા આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સહીત અને દેશ ભક્તીની ઇવેંટ્સ જોવા મળી હતી.

જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી (Ravi Teja Junagad SP) દ્વારા જણાવાયું હતું કે 15 મી ઓગસ્ટ ની ઉજવણી ના ભાગ રૂપે તૈયારીઓ પૂર્ણ થઇ છે જેમાં પરેડ માં 15 પ્લાટુન માં 600 પોલીસ જવાન જોવા મળશે તેમજ ગુજરાત પોલીસ દ્વારા 10 હજાર બોડી ઓન કેમેરા અને 15 ડ્રોન કેમરાનું મુખ્યમંત્રી દ્વારા ઇનોગ્રેશન કરવામાં આવશે.

આ પણ વાંચો: Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?

આ પણ વાંચો: Devbhumi Dwarka: કલ્યાણપુર પોલીસ દ્વારા કસ્ટડીમાં સગીરને માર મારવાનો મામલો ગરમાયો, પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી

 

g clip-path="url(#clip0_868_265)">