Devbhumi Dwarka: કલ્યાણપુર પોલીસ દ્વારા કસ્ટડીમાં સગીરને માર મારવાનો મામલો ગરમાયો, પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી

ખંભાળિયામાં ચારણ સમાજના અંદાજીત 200 લોકો એકત્રિત થયા હતા ત્યારબાદ 10 થી 15 લોકો દ્વારા કલેકટર તેમજ એસપીને આવેદનપત્ર આપ્યું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 8:30 AM

Devbhumi Dwarka: કલ્યાણપુર પોલીસ દ્વારા કસ્ટડીમાં સગીરને માર મારવાનો મામલો ગરમાયો છે. સગીર યુવકના મોટાભાઈ દારૂ પ્રકરણમા ન મળતાં કલ્યાણપુર પોલીસે સગીરને કસ્ટડીમાં લીધો હતો. 25 દિવસ થયા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ચારણ સમાજ દ્વારા કલેકટર તેમજ જિલ્લા પોલિસ વડાને લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

 

 

જ્યારે ખંભાળિયામાં ચારણ સમાજના અંદાજીત 200 લોકો એકત્રિત થયા હતા ત્યારબાદ 10 થી 15 લોકો દ્વારા કલેકટર તેમજ એસપીને આવેદનપત્ર આપ્યું હતું. બે દિવસ પૂર્વે રાજભા ગઢવી સહિતના સાહિત્ય કલાકારો દ્વારા પણ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રોષ વ્યક્ત કરાયો હતો.

યોગ્ય તપાસ અને જવાબદારો સામે પગલા લેવા ચારણ સમાજની માંગ સાથે સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જો સાત દિવસમાં નિષ્પક્ષ તપાસ અને જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં નહીં લેવાય તો ચારણ સમાજ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ નોંધાવવામાં આવશે.

આ પણ વાંચો: Bhavnagar: ભાવનગરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, 30 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

આ પણ વાંચો: Ahmedabad: AMCના 7 ઝોનમાં 10 કરોડના પ્લોટ પર દબાણ, વિપક્ષે યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">