Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?

TV9 GUJARATI

|

Updated on: Aug 14, 2021 | 8:38 AM

સોનમ કપૂરની (Sonam Kapoor) નાની બહેન રિયા કપૂર આજે લગ્ન કરવા જઈ રહી છે. આપને જણાવવું રહ્યું કે, રિયાના લગ્નમાં માત્ર પરિવાર અને મિત્રો જ હાજરી આપશે.

Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?
Rhea Kapoor (File Photo)

Rhea Kapoor Wedding:  બોલિવૂડ સ્ટાર્સના ચાહકો માટે ખુશખબર સામે આવી છે. અભિનેતા અનિલ કપૂરની (Anil Kapoor)પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂરની બહેન રિયા કપૂર ( Rhea Kapoor)આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે,રિયા કપૂર તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે પ્રભુતામાં પગલા માંડશે.

એક અહેવાલ મુજબ, રિયા કપૂર આજે તેના બોયફ્રેન્ડ કરણ બુલાની (Karan Bulani)સાથે તેમના જુહુ બંગલામાં ખૂબ જ સાદાઈથી લગ્ન કરશે.આપને જણાવી દઈએ કે, રિયા કપૂરના લગ્નમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ સામેલ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે,રિયા અને કરણ લાંબા સમયથી એકબીજાને ડેટ (Date) કરી રહ્યા હતા, ત્યારે આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા.

View this post on Instagram

A post shared by Rhea Kapoor (@rheakapoor)

રિયા કપૂરનો લાઈફ પાર્ટનર કરણ બુલાની કોણ છે ?

તમને જણાવી દઈએ કે,કરણ બુલાની એક ડિરેક્ટર(Director)  છે. કરણે પ્રખ્યાત ફિલ્મો ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. ઉપરાંત કરણે ઘણી ફિલ્મો અને શોમાં ડિરેક્શન, પ્રોડક્શન અને ડબિંગનું (Dubbing) કામ પણ કર્યું છે. આપને જણાવવું રહ્યું કે, 2010 માં આયેશાના શૂટિંગ દરમિયાન રિયા કપૂર અને કરણ બુલાની એકબીજાની નજીક આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,આયેશામાં (Aisha )સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં હતી.

સોશિયલ મીડિયા પર કર્યો હતો પ્રેમનો સ્વીકાર

રિયા અને કરણની ખાસ વાત એ છે કે, બંનેએ ક્યારેય પોતાનો પ્રેમ છુપાવ્યો નથી. આપને જણાવી દઈએ કે,બંનેએ સોશિયલ મીડિયા (Social Media) પર ખુલ્લેઆમ પ્રેમનો સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,રિયા કપૂર માત્ર નિર્માતા નથી પણ તે બહેન સોનમની સાથે રેસન નામની ફેશન બ્રાન્ડ (Fashion Brand) પણ ચલાવે છે.

આ પણ વાંચો: Throwback: તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન ખૂબ ખુશ હતા સુશાંત સિંહ રાજપૂત, સહ-કલાકારો સાથે આ રીતે કરતા હતા મસ્તી

આ પણ વાંચો: Hrithik Roshan-Deepika Padukoneના ચાહકો માટે સારા સમાચાર, 2023ની આ તારીખે રિલીઝ થશે ‘ફાઈટર’

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati