Jamnagar : મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી કોરોના પોઝિટિવ

જામનગર મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:07 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)વધતા કહેર સતત વધી રહ્યો છે. જેમાં રાજ્યના અનેક શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં જામનગર(Jamnagar)મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોએ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. જેમાં ગઈકાલે જામનગર કલેક્ટર સૌરભ પારધી સંક્રમિત થયા હતા. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમસી ચનીયારા પણ કોરોના પોઝિટિવ થયા હતા. જેમાં શુક્રવારે પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં કલેક્ટર અને જિલ્લા પ્રમુખ પાસે બેઠા હતા. આ બેઠકમાં કૃષિપ્રધાન સહિત કમિશનર, ડીડીઓ હાજર હતા.

ગુજરાતમાં(Gujarat) સતત બે દિવસથી કોરોનાના(Corona) કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 15 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે..જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે.તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં(Ahmedabad) 2,621 કેસ તો સુરતમાં 2,215 કોરોનાના નવા દર્દી મળ્યા. વડોદરા પણ 1,211 પોઝિટિવ કેસ સામે આવ્યા.રાજકોટમાં 438 કેસ નોંધાયા.રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો, સુરત ગ્રામ્યમાં 282, ભાવનગમાં 250, ગાંધીનગરમાં 218, વલસાડમાં 201, નવસારીમાં 175, રાજકોટ ગ્રામ્યમાં 149, મહેસાણામાં 135 કેસ નોંધાય.તો જામનગરમાં 121, ગાંધીનગર ગ્રામ્યમાં 102, કચ્છ-વડોદરા ગ્રામ્યમાં 87-87, બનાસકાંઠામાં 81 અને આણંદમાં 78 કેસ મળ્યા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 59,564 એક્ટિવ દર્દી છે.જે પૈકી 60 વેન્ટિલેટર પર છે. 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.તો અમદાવાદમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો.અમદાવાદ શહેરમાં 2621  કોરોનાના નવા કેસ નોંધાયા..જ્યારે 2481  દર્દીઓ ઠીક થયા..જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 45 નવા કેસ સામે આવ્યા.

આ પણ વાંચો :  Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો

આ પણ વાંચો : SURAT: સિટી બસે રાહદારીને અડફેટે લીધો, ઉશ્કેરાયેલાં ટોળાએ બસને આગ ચાંપી દીધી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">