જામનગર : રેસ્ક્યુ માટે કેડસમા પાણીમાં ઉતર્યા ધારાસભ્ય રિવાબા જાડેજા, જુઓ Video
જામનગરમાં ભારે વરસાદના કારણે નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે ધારાસભ્ય રિવાબા જાડેજા પહોંચ્યા હતા. આ લોકોને સલામત સ્થળે ખસેડવા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ખુદ રિવાબા પણ કેડસમા પાણીમાં ઉતરી તેમની મદદમાં જોડાયા હતા.
ભારે વરસાદના કારણે જામનગરના હાલ-બેહાલ થયા છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે ધારાસભ્ય રિવાબા જાડેજા પહોંચ્યા હતા. આ લોકોને સલામત સ્થળે ખસેડવા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ખુદ રિવાબા પણ કેડસમા પાણીમાં ઉતરી તેમની મદદમાં જોડાયા હતા.
સતત ત્રણ દિવસથી અવિરત વરસાદનો સામનો કરી રહેલું જામનગર શહેર બેટમાં ફેરવાયું છે. શહેરમાં 24 કલાકમાં 15 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણીની સ્થિતિ છે. છેલ્લા 2 દિવસમાં જામનગરમાંથી 300 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 2 હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. 25 લોકોને એરલીફ્ટ પણ કરવામાં આવ્યા હતા. વણસેલી સ્થિતિને જોતા જામનગરમાં વધુ બે NDRF અને SDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે.