Jamnagar: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક સામે ઓછા ભાવ મળતા ખેડૂતો નિરાશ
મિલનાડુના વેપારીઓની ખરીદી પૂર્ણ થતા મગફળીના ભાવ ઘટ્યા હોવાનું હોદ્દેદારો માની રહ્યા છે. નોંધનીય છેકે ગત વર્ષે ખેડૂતોને મગફળીના ઘણા સારા ભાવ મળ્યા હતા અને તેના કારણે ખેડૂતો ખુશખુશાલ હતા.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં બે માસથી મગફળીની મબલખ આવક થઈ રહી છે. હાલ ખેડૂતોને બે-ત્રણ દિવસ રાહ જોયા બાદ હરાજીનો વારો આવે છે. થોડા દિવસો પહેલા ખાસ પ્રકારની મગફળીના મણના 2 હજાર સુધીના ભાવ મળતા હતા, પરંતુ હાલમાં મગફળીના ભાવ એક મણના 1 હજારથી લઇને 1400 સુધીના મળી રહ્યા છે. મગફળીના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના એક સપ્તાહ પહેલાથી મગફળી ખરીદીની શરૂઆત થઇ જાય છે. મોરબી, જામનગર, અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે હાપા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. તમિલનાડુના વેપારીઓમાં જામનગરની ખાસ પ્રકારની મગફળીની ભારે માગ છે. ત્યારે તમિલનાડુના વેપારીઓની ખરીદી પૂર્ણ થતા મગફળીના ભાવ ઘટ્યા હોવાનું હોદ્દેદારો માની રહ્યા છે. નોંધનીય છેકે ગત વર્ષે ખેડૂતોને મગફળીના ઘણા સારા ભાવ મળ્યા હતા અને તેના કારણે ખેડૂતો ખુશખુશાલ હતા. ગત વર્ષે ખેડૂતોને રાજયમાં સૌથી વધુ ભાવ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ણળ્યા હતા. ગત વર્ષે ખેડૂતોને મગફળીના મણના 1,665 રૂપિયા જેટલો ઊંચા ભાવ પ્રાપ્ત થયા હતા.
સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો હાપા માર્કેટીંગ યાર્ડમાં હરાજી માટે આવતા હોય છે જોકે આ વર્ષે મગફળીના ભાવ ઓછા મળ્યા હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી. હવે આગામી સમયમાં હરાજીના ભાવમાં વધારો થાય છે કે નહીં તે જોવું રહ્યું.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
