જામનગર જી.જી. હોસ્પિટલમાં લાખોની ઉચાપત, બે આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ પરથી દૂર કરાયા – જુઓ Video
જામનગરની પ્રખ્યાત અને સૌરાષ્ટ્રની મોટી સરકારી જી.જી. હોસ્પિટલ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. હોસ્પિટલના એકાઉન્ટ વિભાગમાં કામ કરતાં આઉટસોર્સિંગના બે ક્લાર્કે પગારના ખોટા બિલો ઉભા કરીને અંદાજે ₹17.20 લાખની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
જામનગરની પ્રખ્યાત અને સૌરાષ્ટ્રની મોટી સરકારી જી.જી. હોસ્પિટલ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. હોસ્પિટલના એકાઉન્ટ વિભાગમાં કામ કરતાં આઉટસોર્સિંગના બે ક્લાર્ક – ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન મૂંગરાએ પગારના ખોટા બિલો ઉભા કરીને અંદાજે ₹17.20 લાખની ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યાબેન મૂંગરા નામના બે આઉટ સોર્સિંગના કર્મચારીઓએ લાંબા સમયથી કર્મચારીઓના બનતા પગાર બિલમાં ગોબાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કરી લીધા હતા. આ મામલો સામે આવતા તંત્રએ તરત જ પગલાં લેતાં બંને કર્મચારીઓને તાત્કાલિક ફરજ પરથી દૂર કરી દીધા છે. આ બનાવ અંગે ગાંધીનગર ખાતે પણ જાણ કરવામાં આવી છે, જ્યાંથી તપાસ સમિતિ આવીને સમગ્ર મામલાની વિગતો જાણી નિર્ણય લેશે કે આગળ શું કરવું.
હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને પોલીસે પણ આર્થિક ઉચાપતના આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તંત્રનો અંદાજ છે કે, વધુ રકમની ઉચાપત પણ બહાર આવી શકે છે.