Jamnagar: મહિલાના શંકાસ્પદ મોતની ઘટનામાં સામે આવ્યા CCTV, થયો મોટો ખુલાસો
CCTVમાં જોઈ શકાય છે કે, જ્યારે મહિલા ઢળી પડે છે ત્યારે તેની આસપાસ બીજુ કોઈ જ નહોતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવો ખુલાસો થયો છે કે મહિલાનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મહિલાના શંકાસ્પદ મોતને લઈ ઘમસાણ મચ્યું છે. મહિલાના પતિએ કરેલા આક્ષેપ પાયાવિહોણા સાબિત થયા છે. મહિલાના પતિએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં મહિલા દર્દીઓ વચ્ચે ઝઘડો થયો હતો તે દરમિયાન અન્ય મહિલા દર્દીએ ગળું દબાવીને તેની પત્નીની હત્યા કરી હતી. જોકે હાલમાં સામે આવેલા CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અન્ય મહિલા દર્દીઓ વચ્ચે ઝઘડો જરૂર થયો હતો, પરંતુ ક્યાંય પણ મહિલાનું ગળું દબાવ્યું હોય તેવું જોવા નથી મળતું. CCTVમાં જોઈ શકાય છે કે જ્યારે મહિલા ઢળી પડે છે ત્યારે તેની આસપાસ બીજુ કોઈ જ નહોતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવો ખુલાસો થયો છે કે મહિલાનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું.
મહિલાનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હોવાથી થયો હતો વિવાદ
જી.જી. હોસ્પિટલમાં માનસિક વિભાગના વોર્ડમાં સારવાર લઇ રહેલી મહિલાનું રહસ્યમય મોત થતાં હોસ્પિટલ વિવાદમાં આવી છે. મૃતક મહિલાના પતિનો આક્ષેપ છે કે માનસિક વિભાગમાં અન્ય મહિલા સાથે તેમની પત્નીનો ઝઘડો થયો હતો અન્ય મહિલા દર્દીએ તેમની પત્નીનું ગળુ દબાવતા મોત થયું છે. હાલ તો પોલીસે મૃતક મહિલાના પતિના નિવેદનને આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
આ અગાઉ જામનગરની જીજી હોસ્પિટલમાં સુપરવાઈઝર અને કોન્ટ્રાકર ઉપર શારીરિક શોષણ કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલાના પડઘા ગાંધીનગરમાં પડયા હતા. અને સમગ્ર કેસની તપાસ માટે એક સમિતી રચવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર હાલ જી.જી હોસ્પિટલ વિવાદમાં આવી છે.
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
