Jamnagar building collapse: કૃષિ પ્રધાન જામનગરની સાધના કોલોની પહોંચ્યા, પીડિત પરિવારોએ ભીની આંખે કરી રજૂઆત, જુઓ Video

Jamnagar building collapse: કૃષિ પ્રધાન જામનગરની સાધના કોલોની પહોંચ્યા, પીડિત પરિવારોએ ભીની આંખે કરી રજૂઆત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 9:27 PM

જામનગર ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં કૃષિ પ્રધાન સાધના કોલોની પહોંચ્યા હતા. પીડિત પરિવારોએ ભીની આંખે આપવીતી વ્યક્ત કરી હતી. રાઘવજી પટેલે લોકોની વ્યથા સાંભળી અને કહ્યું 2500 આવાસ ભયજનક સ્થિતિમાં છે.

જામનગરમાં જર્જરિત ઈમારત દુર્ઘટના બાદ કૃષિ પ્રધાન સાધના કોલોની પહોંચ્યાં. જ્યાં પીડિત પરિવારોએ રાઘવજી પટેલને પોતાની તકલીફો અંગે રજૂઆત કરી. રાઘવજી પટેલે લોકોની વ્યથા ધ્યાનથી સાંભળી. સાધના કોલોનીમાં અંદાજે 2500 આવાસ ભયજનક સ્થિતિમાં છે. રાઘવજી પટેલે કહ્યું કે સાધના કોલોનીમાં રહેતા લોકોની સલામતી જળવાય તેવા પ્રયાસ કરીશું. આ મુદ્દે વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : જર્જરિત આવાસ ધરાશાયી થતા હવે અન્ય આવાસોનો કરાશે સર્વે, હાઉસિંગ બોર્ડની ટીમ આજે આવશે જામનગર

જામનગરની સાધના કોલોનીમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગનો વીડિયો સામે આવ્યો. મહત્વનુ છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા ભાડુઆતે દુર્ઘટનાના 24 કલાક પહેલાં જ વીડિયો બનાવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોરના મકાનનો હિસ્સો ધીરે ધીરે પડી રહ્યો હોવાની જાણ થતા પોતે જર્જરિત દિવાલો અને ઉખડી ગયેલું પ્લાસ્ટરનો વીડિયો બનાવ્યો હતો.

બપોર સુધી તેણે પોતાનો સામાન હટાવી દીધો. ત્યાર બાદ સાંજે દુર્ઘટના ઘટી. આ ઇમારત ધરાશાયી થવાની ઘટનાને લઈ કૃષિ પ્રધાન ઘટના સ્થળે પહોંચ્યા જે દરમ્યાન તેમણે જણાવ્યુ કે અહી 2500 આવાસ ભયજનક સ્થિતિમાં છે. ખાસ કરીને લોકોની સલામતી જળવાય તેવા પ્રયાસ કરીશું.

જામનગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">