Gujarati Video : પાક નુકસાનીમાં ખેડૂતોને જલદી સહાય ચૂકવાય તેવી શક્યતા, કૃષિ પ્રધાનનું નિવેદન

ગુજરાતનો ખેડૂત, પોતાને થયેલ નુકસાનીમાથી બહાર આવે તે માટે કૃષિ મંત્રી અને મુખ્ય મંત્રી ચિંતા કરી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને રાખી વળતર મામલે મુખ્ય મંત્રી સાથે પણ મહત્વ પૂર્ણ ચર્ચાઓ કરી હતી. વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 8:24 AM

કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે વળતર ચૂકવવા આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. જે મુદ્દે વહેલી તકે નિર્ણય લેવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને રાખી વળતર મામલે મુખ્ય મંત્રી સાથે પણ મહત્વ પૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી તેમ જણાવીને ઉમેર્યુ હતુ કે, જેમાં વળતર આપવા અંગે પ્રાથમિક માહિતી સામે આવી છે કે, વહેલી તકે વળતર મામલે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખેડૂતોના ઊભા પાક ઉપર પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. જેને લઈ નુકસાન માટે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. સમગ્ર રિપોર્ટ આ બાબતે મુખ્ય મંત્રી સુધી પણ મોકલી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત, અમદાવાદમાં ગરમીથી મળશે થોડી રાહત

આ સમગ્ર બાબત વચ્ચે હાલ રાજીના કૃષિપ્રધાન રાઘવજી પટેલે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા માટે બેઠક યોજી હતી જેમાં ખેડૂતોને પડી રહેલી વળતર અંગેની ચર્ચાઓ કરાઇ હતી. માહત્વનું છે કે, ખેડૂત પોતાના ખેતરમાં વાવેલો પાક કે જેમથી આવક મેળવી ત્યાર બાદ આની પાક લેવા સક્ષમ બનતો હોય છે. પરંતુ ખેડૂતોના પાક વરસાદમાં પલળી જતાં નવી રોપણી માટે બિયારણ લાવી શકે તે માટે પણ ખેડૂતો સક્ષમ રહેતા નથી. આ માટે વહેલી તકે ગુજરાતનો ખેડૂત પોતાને થયેલ નુકસાનીના દેવા માથી બહાર આવે તે માટે કૃષિ મંત્રી અને મુખ્ય મંત્રી ચિંતા કરી રહ્યા છે. આ સમગ્ર બાબતનો ટૂંક સમયમાં ઉકેલ આવશે તેવું પણ કૃષિ પ્રધાને જણાવ્યુ છે. જેને લઈ ક્યાકને ક્યાક ખેડૂતોએ પણ આ વાત સાંભળી રાહતનો શ્વાસ લીધો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">