જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો, એર ટ્રાફિક કંટ્રોલ માટે કરી ખાસ વ્યવસ્થા, જુઓ વીડિયો

જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો, એર ટ્રાફિક કંટ્રોલ માટે કરી ખાસ વ્યવસ્થા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Mar 02, 2024 | 3:46 PM

જામનગરમાં અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના પગલે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ એરપોર્ટને આગામી 5 માર્ચ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે.

જામનગરમાં અનંત અને રાધિકાના પ્રિ-વેડીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના પગલે જામનગર એરપોર્ટને 10 દિવસ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ એરપોર્ટને આગામી 5 માર્ચ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ ખાસ સવલત આપી છે.

પેસેન્જર બિલ્ડીંગનો વિસ્તાર 475થી વધારી 900 સ્કવેર મીટર કરાયો છે. એરપોર્ટ પર 125 જેટલો ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ રાખવામાં આવ્યો છે. તેમજ 70 જેટલા વધારાના સુરક્ષાકર્મીઓ બંદોબસ્તમાં છે. એર ટ્રાફિક કંટ્રોલ માટે પણ ભારતીય વાયુસેનાએ ખાસ વ્યવસ્થા કરી છે. અઠવાડિયા દરમિયાન 4 કાર્ગો ફ્લાઇટનું પણ હેન્ડલિંગ થયુ છે.

કેમ અપાયો ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો

જામનગરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધીકાના પ્રિ-વેડિંગ ફંકશનનું આયોજન 1 માર્ચ થી 3 માર્ચ સુધી કરવામાં આવ્યુ છે. જેના પગલે દેશ – વિદેશથી અનેક મહેમાનો આવવાના હોવાથી જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો