પાલિતાણામાં જૈન મંદિર વિવાદ મુદ્દે મોટા સમાચાર, દિલ્હીથી સંમેદ શિખરના જૈન અગ્રણીઓ શુક્રવારે ગુજરાત આવશે
ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિર વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દિલ્હીથી સંમેદ શિખરના જૈન અગ્રણીઓ આવતી કાલે ગુજરાત આવશે તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરશે. તેની બાદ જ રાજ્ય સરકારે જાહેર કરેલી એસઆઇટીના નામોની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિર વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દિલ્હીથી સંમેદ શિખરના જૈન અગ્રણીઓ આવતી કાલે ગુજરાત આવશે તેમજ સીએમ ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરશે. તેની બાદ જ રાજ્ય સરકારે જાહેર કરેલી એસઆઇટીના નામોની જાહેરાત કરવામાં આવશે. જેમાં કલેકટરની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવશે.
શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતમાં પાલિતાણાના પ્રશ્નો મુદ્દે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે તેવી જાહેરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. તેમણે કહ્યું કે, પાલીતાણા દુનિયાભરના જૈનોનું આસ્થાનું કેન્દ્ર છે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ, નગરપાલિકા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ રહેશે. આ ટાસ્ક ફોર્સ પાલીતાણાના પ્રશ્ન પર ઉકેલ લાવશે. પાલીતાણાના એક વાયરલ વીડિયોમાં મહારાજ સાહેબ પર જે ભાષા બોલવામાં આવી હતી તેમની સામે પગલા લેવાયા છે. શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરાઇ છે. તેમજ શેત્રુંજય પર્વતની આસ્થા ક્યારેય ઓછી નહિ થવા દઇએ.
પોલીસની સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી
જેમાં ભાવનગરમાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે પોલીસની સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં શત્રુંજય પર્વતની સુરક્ષા માટે તળેટી ખાતે સ્પેશિયલ ટીમ તૈનાત રહેશે. જેમાં 1 પીએસઆઈ, 2 એએસઆઈ, 3 હેડકોન્સ્ટેબલ, 12 કોન્સ્ટેબલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ, 8 TRB જવાનો તૈનાત રહેશે. તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં ટીમ કામ કરશે.
શેત્રુંજય મહાતીર્થની સુરક્ષાની માગ
શેત્રુંજય મહાતીર્થ પર તોડફોડ બાદ સમગ્ર દેશમાં જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે રાજકોટમાં પણ જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટના ચૌધરી હાઇસ્કૂલના દેરાસરથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. એટલુ જ નહીં જૈન સમાજના એક વ્યક્તિ દ્વારા રસ્તા પર આળોટીને વિરોધ દર્શાવવામાં આવ્યો.