Breaking News : યુદ્ધની સ્થિતિને લઈને સુરતના સિરામિક ઉદ્યોગ પર મોટી અસર, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 03, 2026 | 12:36 PM

ઈરાન -ઈઝરાયલ યુદ્ધનો આજે 35મો દિવસ છે. યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણની અછત સર્જાઈ છે. મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાના કારણે સુરતમાં મોટી અસર જોવા મળી છે.અંદાજિત કરોડો રૂપિયાનો નુકસાન હોવાનું સામે આવ્યું છે.

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવને કારણે પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસની અછત વર્તાઈ રહી છે, યુદ્ધની સ્થિતિને લઈને સુરતના સિરામીક ઉદ્યોગ પર મોટી અસર પડી છે. પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ છે.મોટા ભાગની તમામ ટાઈલ્સની ફેક્ટરીઓ બંધ છે.મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ બંધ હોવાના કારણે સુરતમાં મોટી અસર જોવા મળી છે.વેપારીના જણાવ્યા મુજબ અંદાજિત કરોડો રૂપિયાનો નુકસાન હોવાનું સામે આવ્યું છે.

ઈરાન -ઈઝરાયલ યુદ્ધનો આજે 35મો દિવસ

મોટાભાગની ટાઇલ્સ મોરબી ખાતેથી સુરત આવતી હોય છે. ત્યારે યુદ્ધ પહેલા મોરબીથી દર મહિને 100થી 150 ટ્રકો સુરત આવતી હતી.હાલ યુદ્ધની સ્થિતિને લઈને માત્ર 10થી 12 ટ્રકો આવે છે. સિરામિક મટીરીયલ ન હોવાના કારણે હાલાકી પડી રહી છે.ગેસ સપ્લાઇ ન હોવાને કારણે સિરામીક ઉધોગ હવે સંપૂર્ણ શટડાઉન થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો શ્રમિકો બેરોજગાર બન્યા છે તો કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડે તેવી શક્યતા છે.જે યુનિટો ઉત્પાદનને કારણે ધમધમી રહ્યા હોય છે તે યુનિટો આજે સુમસામ છે.

ઈરાન અમેરિકા ઈઝરાયેલ યુદ્ધને એક મહિનાથી વધારે સમય થયો છે. છતા શાંતિના કોઈ સંકેતો દેખાઈ નથી રહ્યા નથી. ગલ્ફમાં ચાલી રહેલા યુદ્ધની અસર પ્લાસ્ટિક ઉદ્યોગ પર પણ પડી છે.એક જ મહિનામાં પ્લાસ્ટિક રૉ મટેરિયલ અને દાણાના ભાવમાં 50 થી 70 ટકાનો વધારો થયો છે.યુદ્ધ તણાવને લીધે પ્લાસ્ટીક ઉત્પાદનની સપ્લાય ચેઇન તૂટી છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. અહી ક્લિક કરો

Follow Us