ભાજપનો આંતરિક અસંતોષ ફરી સપાટી પર, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા સામે ભાજપના જ નેતાનો મોરચો
રાજકોટમાં ભાજપનો આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવી છે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા સામે ભાજપના જ નેતાઓએ મોરચો માંડ્યો છે. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાનો બાવળિયા સામે આક્ષેપ છે. ભાજપના જૂના કાર્યકરોને બાવળિયાએ સાઇડલાઇન કર્યા હોવાનું ભૂપત કેરાળિયાએ જણાવ્યુ. આ રીતે બાવળિયા ભાજપના જૂના કાર્યકરોને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.
રાજકોટ જિલ્લામાં પ્રવર્તી રહેલો ભાજપનો જૂથવાદ અને આંતરિક અસંતોષ ફરી સપાટી પર આવ્યો છે. વાત છે જસદણની કે જ્યાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા સામે ભાજપના જ નેતાએ મોરચો માંડતા ફરી રાજકારણ ગરમાયું છે. વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળિયાએ કુંવરજી બાવળિયા ભાજપના જૂના કાર્યકરોને સાઇડલાઇન કરતા હોવાનો આક્ષેપ કર્યો.
સાથે જ કુંવરજી બાવળિયા ભાજપના જૂના કાર્યકરોને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો. આ ઉપરાંત ઉમિયા શૈક્ષણિક સંકુલના સંચાલકો લાઈટ અને પાણીનું બીલ ન ભરતા હોવાથી અધિકારીઓ ઉઘરાણી કરવા જાય ત્યારે ધમકાવતા હોવાની બાવળિયા દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ સામે આવતા જસદણના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં દિવાળી અને રજત મહોત્સવનો સંયોગ, 50 ટન જેટલો અન્નકૂટ ભગવાનને ધરાવાયો





