Gandhinagar : સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરોએ હડતાળ સમેટી, એલાઉન્સ ન મળતા કરી હતી હડતાળ

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલો એલાઉન્સ ન મળતા હડતાલ પર ઉતર્યા હતા. જો કે કોલેજના ડીન દ્વારા બાકી રકમ આપવાની બાહેધરી અપાયા બાદ ઇન્ટર્ન ડૉક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:58 PM

ગાંધીનગર(Gandhinagar)  સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડૉક્ટરોએ હડતાળ સમેટી લીધી છે. જેમાં ગાંધીગનર સિવિલના 153 ઇન્ટર્ન ડોક્ટર(Intern Doctor)  હડતાલ ઉપર હતા. તેવો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલો એલાઉન્સ ન મળતા હડતાલ પર ઉતર્યા હતા. જો કે કોલેજના ડીન દ્વારા બાકી રકમ આપવાની બાહેધરી અપાયા બાદ ઇન્ટર્ન ડૉક્ટરોએ હડતાળ સમેટી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેર વખતે કોરોના ડ્યુટી કરી રહેલા ડોકટરોને વધારે એલાઉન્સ આપવાની જાહેરાત કરી હતી. જો કે ગાંધીનગર સિવિલના ડોકટરોએ આ એલાઉન્સ હજુ સુધી ન મળતા તેવો હડતાળ પર ગયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">