વિધાનસભા ઇલેકશન લડેલો સભ્ય જ ચોર ! ભારતની સૌથી મોટી બેન્કના ATM માં કરી હતી ‘છેતરપિંડી’ – જુઓ Video

વિધાનસભા ઇલેકશન લડેલો સભ્ય જ ચોર ! ભારતની સૌથી મોટી બેન્કના ATM માં કરી હતી ‘છેતરપિંડી’ – જુઓ Video

| Edited By: | Updated on: Dec 19, 2025 | 6:34 PM

વિધાનસભા ઇલેકશન લડેલો સભ્ય ATM ફ્રોડ કેસમાં ઝડપાયો છે. ભારતની સૌથી મોટી બેન્કના ATM માં આ વ્યક્તિએ છેતરપિંડી કરી હતી. આ ઘટના સામે આવતા જ ગ્રાહકોને ATMમાંથી રૂપિયા ઉપાડતા પહેલા સાવધાન રહેવા અંગે જાણ કરવામાં આવી છે.

સુરત શહેરમાં બે આરોપીઓને ATM ઠગાઈના કેસમાં ઝડપવામાં આવ્યા છે. બંને આરોપીઓ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને પ્રતાપગઢના રહેવાસી છે. એક આરોપી અનિલ સરોજ હાલમાં જિલ્લા પંચાયતનો સભ્ય છે અને પૂર્વમાં બે વખત વિધાનસભાની ચૂંટણી અપક્ષ લડ્યો હોવાનો ખુલાસો થયો છે.

16 ડિસેમ્બરે બંનેએ SBI બેંકના ATM માં ઠગાઈ કરી હતી. તેઓએ ગ્રાહકના ATM કાર્ડનો પાસવર્ડ જાણીને કાર્ડ બદલી નાખ્યું હતું અને 25 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. CCTV ફૂટેજમાં બંને આરોપીઓને ઓળખી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ તપાસમાં ખુલ્યું છે કે, એક આરોપી ઉત્તરપ્રદેશમાં 4 ATM ફ્રોડ કેસમાં પણ સંડોવાયેલો છે.

આરોપી અનિલકુમાર સરોજ ખેતીકામ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. અનિલકુમાર સરોજ ઉત્તર પ્રદેશમાં 2 વખત વિધાનસભાની ચૂંટણી અપક્ષ લડ્યો હોવાનું પણ ખુલ્યું છે, જે હાલમાં જિલ્લા પંચાયતમાં ચાલુ સદસ્ય છે. પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, પૈસા ન હોવાને કારણે આ બન્નેએ ચોરીને અંજામ આપ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 19, 2025 06:06 PM