અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓની વતન વાપસી, સ્થાનિક LCB પુછપરછ બાદ મોકલશે ઘરે, જુઓ Video

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓની વતન વાપસી, સ્થાનિક LCB પુછપરછ બાદ મોકલશે ઘરે, જુઓ Video

| Edited By: | Updated on: Feb 06, 2025 | 2:09 PM

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓની વતન વાપસી થઈ છે. ત્યારે એરપોર્ટથી ગુજરાતીઓને તેમના વતન લઈ જવાયા છે.અમદાવાદ એરપોર્ટથી ગુજરાતીઓને તેમના વતન લઈ જવાયા છે. સ્થાનિક LCB પુછપરછ બાદ ઘરે મોકલશે.

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓની વતન વાપસી થઈ છે. ત્યારે એરપોર્ટથી ગુજરાતીઓને તેમના વતન લઈ જવાયા છે.અમદાવાદ એરપોર્ટથી ગુજરાતીઓને તેમના વતન લઈ જવાયા છે. ઘરે જતા પહેલા પરત ફરેલા ગુજરાતીઓને જે તે જિલ્લાની LCB લઈ જશે. ત્યારબાદ સ્થાનિક LCB પુછપરછ બાદ ઘરે રવાના કરવામાં આવશે. વિરમગામ, વડોદરા, અમદાવાદ અને અન્ય જિલ્લાઓના લોકોને સુરક્ષા સાથે તેમના ઘરે પાછા મોકલાશે.

ગુજરાતીઓમાં 13 મહિલાનો સમાવેશ

અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓમાં 13 મહિલાઓ પણ સામેલ છે. ત્યારે તેમના માટે ખાસ મહિલા પોલીસની ટીમ પણ હાજર હતી. તેમજ પોલીસની જ ગાડીમાં તેમને તેમના વતને પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ. ગેરકાયદે પ્રવાસીઓ યુએસએથી ગઈકાલે અમૃતસર એરપોર્ટ પહોંચ્યા હતા. અમૃતસર એરપોર્ટ પર પણ તેમની પૂછપરછ કરાઈ હતી. અને ત્યારબાદ આજે વહેલી સવારે તેમને અમદાવાદ એરપોર્ટ લવાયા હતા. જો કે હાલ તો આ તમામને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

Published on: Feb 06, 2025 10:55 AM