અમદાવાદના સમાચાર : બે દાયકા પછી વર્લ્ડકપની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મહામુકાબલો, જુઓ વીડિયો
આજે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી બે ટીમો આમને સામને આવશે. વર્તમાન વિશ્વકપમાં ભારત એક પણ મેચ હાર્યુ નથી. ત્યારે ભારતના ક્રિકેટપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ પણ ભારત જીતીને નવો કિર્તીમાન બનાવે.
આજે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી બે ટીમો આમને સામને આવશે. વર્તમાન વિશ્વકપમાં ભારત એક પણ મેચ હાર્યુ નથી. ત્યારે ભારતના ક્રિકેટપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ પણ ભારત જીતીને નવો કિર્તીમાન બનાવે. 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો મુકાબલો બીજી વખત થશે.
ઓસ્ટ્રેલિયા ભલે પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી હોય પરંતુ વર્તમાનમાં ભારતીય ટીમ સુપર ફોર્મમાં છે.ટીમ ઈન્ડિયા વર્તમાન વિશ્વકપમાં એકપણ મેચ ન હારીને અપરાજિત છે.જ્યારે ઓસ્ટ્રેલિયાએ શરૂઆતના પ્રથમ બે મુકાબલા હાર્યા બાદ તમામ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતને 20 વર્ષ બાદ બદલો લેવાનો મોકો મળ્યો છે. 2003ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ભારતને વિશ્વ ચેમ્પિયન બનતા અટકાવ્યું હતુ. ત્યારે આ હારનો બદલો ભારત લઇને વિશ્વ ચેમ્પિયન બને તેમ ભારતીય ફેન્સ ઇચ્છી રહ્યા છે.





