જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કોંગ્રેસને સાથ આપવાનું કારણ, કહ્યું – 2022 અને 2024 માં ભાજપ જીતશે તો ‘દેશ નહીં બચે’

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે ટેકનીકલી કોંગેસ સાથે નથી જોડાવાના. પરંતુ તેઓ કોંગ્રેસ સાથે છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે પ્રચાર કરશે તેવું પણ જીગ્નેશ મેવાણીએ કહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 4:30 PM

બનાસકાંઠાના વડગામથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આગામી ચૂંટણીઓમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં દેશના બંધારણ અને લોકતંત્ર પર મોટો ખતરો છે. જો 2022 માં રાજ્યમાં અને 2024 માં દેશમાં ભાજપને નહીં રોકીએ તો ખૂબ મોટી આફત આવશે. આવા આક્ષેપો કરતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે જો ભાજપને નહીં રોકવામાં આવે તો દેશ નહીં બચે, બંધારણ નહીં બચે અને લોકતંત્ર નહીં બચે.

મેવાણીએ કહ્યું કે ગઈકાલ સુધી રાજ્યમાં જે પ્રધાનો હતા તે આજે એટલા માટે એક શબ્દ પણ નથી ઉચ્ચારતા કારણ કે તેમને ડર છે કે તેમના ઘરે ઈડી અને આઈટીની ટીમ ન આવે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ સાથે જોડાવા પર કહ્યું કે- તેઓ એ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. જે આઝાદી સમયથી લોકો માટે લડતી આવી છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પર પણ મેવાણીએ નિવેદન આપ્યું હતું. GMC ની ચૂંટણીના રીઝલ્ટને લઈને મેવાણીએ કહ્યું કે – ચૂંટણીમાં હાર-જીત તો ચાલ્યા રાખે. પણ આગામી દિવસોમાં વિવિધ મુદ્દાઓ પર કામ કરવાનું છે. સાથે જ તેમણે ગામે ગામ જઈને લોકોને કૉંગ્રેસમાં જોડવાની પણ વાત કરી છે.

જાહેર છે કે 2017 ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જીગ્નેશ મેવાણીએ તાજેતરમાં જ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે. ગુજરાતના યુવા આંદોલનકારી નેતા જિજ્ઞેશ મેવાણીને દિલ્લીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં જોડ્યા હતા.

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળતા રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રા, લખીમપુર ખીરી હિંસા બાદ શાહ સાથે પ્રથમ મુલાકાત

આ પણ વાંચો: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, કોમર્શિયલ ગરબા પર પ્રતિબંધ, ગરબા રમવા રસીકરણ ફરજિયાત : હર્ષ સંઘવી

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">