નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, કોમર્શિયલ ગરબા પર પ્રતિબંધ, ગરબા રમવા રસીકરણ ફરજિયાત : હર્ષ સંઘવી

આવતીકાલથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે. જોકે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે.

ગુજરાતી માટે નવરાત્રીનો તહેવાર અસ્થાનો તહેવાર છે. કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનું આયોજન થયું ન હતું. આ વખતે 400 લોકો સુધી ગરબાની છૂટ આપવામાં આવી છે. કોમર્શિયલ ગરબાની છૂટ આ વખતે નથી આપવામાં આવી. સાથે જ નવરાત્રિને લઇને 12 વાગ્યા સુધી કરફ્યુમાં પણ છૂટ આપવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન તમામ લોકો માટે નિયમો એક સરખા છે. આવનાર દિવસોમાં તહેવારો છૂટછાટ મળે એ માટે કોરોના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. રસી લીધી હોય એવા જ લોકો ગરબા રમે એવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે. આ વરસે GMDC ગ્રાઉન્ડ પર ગરબા નહીં થાય. આ સાથે જ મંત્રીએ કહ્યું કે નિયમાનુસાર જે ગરબા રમાશે એમાં પોલીસ તરફથી કોઈ અડચણ નહીં આવે એની હું ખાતરી આપું છું. પાર્ટીપ્લોટ હોલમાં અલગથી આયોજન કરી શકાશે નહીં.

આવતીકાલથી શરૂ થનારી નવલી નવરાત્રિમાં ગરબે ઝૂમવા ખેલૈયાઓ ઉત્સુક બન્યા છે. લોકો રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમી શકશે. જોકે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતા ખેલૈયાઓએ કોરોનાની રસીના બે ડોઝ ફરજિયાત કરાયા છે. આ ઉપરાંત 400 જણાની મર્યાદામાં ગરબા જ નહીં, દુર્ગા પૂજા, શરદ પૂર્ણિમા અને દશેરાની ઉજવણી પણ રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે. મહત્વનું છે કે, નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રિના 10 વાગ્યા સુધી જ શરૂ રહી શકશે. જોકે, કોરોનાના ડર વચ્ચે નવરાત્રિની ઉજવણી કેવી રહે છે તેને લઇને લોકો અનેક ચર્ચાઓ કરી રહ્યાં છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati