જેલ ખાતાના કર્મયોગીઓના વિવિધ ભથ્થામાં વધારો, સરકારે આપી દિવાળીની ભેટ, જુઓ વીડિયો
ગુજરાતમાં પોલીસ બેડા માટે ગૃહ રાજ્ય વિભાગે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરાયો છે.
જેલ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે પોલીસ બેડા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જેલ ખાતાના કર્મયોગીઓના વિવિધ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરાયો છે.
ગુજરાતમાં પોલીસ બેડા માટે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરાયો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારો કરાયો છે. ફિક્સ પગારના જેલ સહાયકને 3500નો વધારો કરાયો છે. સિપાઈના ભથ્થામાં 4000 રૂપિયાનો વધારો કરાયો છે. તો હવલદારના ભથ્થામાં 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સુબેદારના ભથ્થામાં 5000 રૂપિયાનો વધારો કરાયો છે.જાહેર રજાનું વળતર 150થી વધારી 665 કરાયું છે. વોશિંગ એલાઉન્સને વધારીને 25માંથી 500 રૂપિયા કરાયું છે. 29.08.2022થી મંજૂર થયેલા ધારાધોરણ પ્રમાણે આ ભથ્થાનો લાભ આપાશે. સરકારના નિર્ણયથી જેલ ખાતા કર્મીયોગીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
