અમદાવાદ : દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં કરવામાં આવ્યો ઘટાડો, રાત્રે 7 પછી નહીં દોડે મેટ્રો, જુઓ વીડિયો
મુસાફરોના ભારે ધસારા વચ્ચે પણ મેટ્રો રેલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવાળીના દિવસ માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે ત્રણ કલાક વહેલા મેટ્રો ટ્રેન સેવા બંધ કરાશે.
અમદાવાદમાં ચાલતી મેટ્રો ટ્રેન હવે મુસાફરોથી ધમધમે છે. જો કે મુસાફરોના ભારે ધસારા વચ્ચે પણ મેટ્રો રેલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવાળીના દિવસ માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે ત્રણ કલાક વહેલા મેટ્રો ટ્રેન સેવા બંધ કરાશે.
આ પણ વાંચો-બનાસકાંઠામાં મિઠાઈના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની સતત કાર્યવાહી, ભેળસેળની આશંકાએ તપાસ
દિવાળીના દિવસે મેટ્રો ટ્રેન રાત્રીના સમયે ત્રણ કલાક ઓછા દોડશે. મેટ્રો ટ્રેન સવારે 6.20 કલાકથી સાંજે 7 કલાક સુધી જ દોડશે. મુસાફરો અને મેટ્રો રેલવેની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફટાકડા ફોડવાના સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો