ગુજરાતની બનાસ નદી બે કાંઠે, દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 2152 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. જ્યારે બનાસ નદી બે કાંઠે વહેતા ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 6:58 AM

ગુજરાતમાં(Gujarat)હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર પડી રહેલા વરસાદના(Rain)પગલે અનેક નદીઓ અને ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ છે. જેમાં બનાસકાંઠાના(Banaskantha)દાંતીવાડા ડેમમાં 2152 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. જ્યારે બનાસ નદી બે કાંઠે વહેતા ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે.

તેમજ વરસાદ છતાં ડેમમાં અત્યાર સુધી માત્ર 10 ટકા જ પાણી રહ્યું છે. તેમજ નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવવાની ખેડૂતોને આશા બંધાઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.

જ્યારે બુધવારે  ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ વરસ્યો હતો.દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અંબાજીમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાયા હતા.

સાબરકાંઠા પંથકમાં પણ મેઘાએ જમાવટ બોલાવી.આ તરફ વડોદરાના ડભોઇ પંથકમાં પણ મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી.જ્યારે મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.સુરતમાં મેઘાએ જમાવટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

અમદાવાદમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજસ્થાન પર એક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે મધ્યપ્રદેશ પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉભી થઈ હોવાથી સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં હજી પણ 15 ટકા જેટલી વરસાદની ઘટ છે.

આ પણ વાંચો :ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

આ પણ વાંચો : હાય રે માનવતા, અમદાવાદમાં 4 દિવસના નવજાત શિશુને તરછોડી માતા ફરાર, દ્રશ્યો CCTVમાં કેદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">