હાય રે માનવતા, અમદાવાદમાં 4 દિવસના નવજાત શિશુને તરછોડી માતા ફરાર, દ્રશ્યો CCTVમાં કેદ

મહિલાએ 16 સપ્ટેમ્બરે બાળકને જન્મ આપ્યો હતો અને 20મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી.

AHMEDABAD : થોડા દિવસ પહેલા સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક નવજાત બાળકની ચોરી થઇ હતી. આ બાળકના માતા-પિતાએ હિંમત હાર્યા વગર પોતાનું બાળક પાછુ આવશે જ એવા દૃઢ નિર્ધાર સાથે હાર ન માની. જેણે હજી જન્મ લીધો હોય અને તરત જ માતાથી વિખૂટું પડી જાય એ બાળકની માતા પર શું વિતતી હશે. પણ આ જ અમદાવાદ શહેરમાં આ ઘટનાથી તદ્દન વિપરીત ઘટના સામે આવી છે.

શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને માતા ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે..આ મામલે હોસ્પિટલના સ્ટાફે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 16મી સપ્ટેમ્બરે ખુરસીદાબેન રંગરેજ નામની મહિલા દાખલ થઈ હતી, જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી.

હોસ્પિટલ સ્ટાફ દ્વારા આસપાસમાં મહિલાની શોધખોળ કરતા મહિલા ન મળી આવી, અંતે હોસ્પિટલ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા CCTV પણ સામે આવ્યા હતા, જે બાદ પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે.મહિલાએ હોસ્પિટલના રેકોર્ડમાં પોતાનું સરનામું રામોલ જનતાનગર હોવાની જણાવતા પોલીસે ત્યાં પણ તપાસ કરી હતી. જોકે મહિલા ભિક્ષુક હોવાથી ત્યાં મળી આવી ન હતી.અંતે પોલીસે આસપાસમાં વિસ્તારમાં મહિલાને શોધવા અને CCTVની મદદથી તેને ટ્રેસ કરવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

આ પણ વાંચો : NAAC પ્રમાણિત A+ ગ્રેડ ધરાવતી રાજ્યની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

Click on your DTH Provider to Add TV9 Gujarati