Junagadh Rain : કેશોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ Video
ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે જૂનાગઢ કેશોદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કેશોદમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે જૂનાગઢ કેશોદમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કેશોદમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. કેશોદ શહેરના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રોડ પાણી ગરકાવ થયા છે. ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતો ટીલોરી વોકળો બે કાંઠે વહ્યો છે. નદી નાળામાં પાણી સાથે કચરો વહેતા પાલિકાના પ્રિ-મોન્સુન કામગીરી અંગે અનેક સવાલ ઉભા થયા છે.
નવસારીમાં વરસ્યો ધોધમાર વરસાદ
નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાના તાંડવ થયુ છે. નવસારી જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. 24 કલાકમાં વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. કાવેરી નદીના પાણી ફરી વળતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો