Gujarati Video: IAS હસમુખ અઢીયાના નામે ઠગાઈ કરનાર ઠગબાજે 50 લાખની આચરી ઠગાઈ, 6 દિવસના રિમાન્ડ મંજૂર
Vadodara: IAS હસમુખ અઢીયાના નામે કોલ કરી લાખઓ રૂપિયા પડાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. GACL કંપનીના ડીલરોને GACL કંપનીના ચેરમેન હસમુખ અઢીયા તરીકેની ઓળખ આપતો હતો. આ ભેજાબાજે અત્યાર સુધીમાં 50 લાખની ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. આ સમગ્ર મામલે પોલીસે ઠગબાજની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Vadodara: IAS હસમુખ અઢીયાના નામે કોલ કરી લાખો પડાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. GACL કંપનીના ડીલરોને GACLના ચેરમેન હસમુખ અઢીયા તરીકે ઓળખ આપતો હતો. ચેરમેનની ખોટી ઓળખ આપી પૈસા માગીને છેતરપિંડી કરતો હતો. મની ટ્રાન્સફર એજન્સી સાથે મળીને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવતો હતો. વડોદરા સાયબર ક્રાઈમ સેલની મદદથી જવાહરનગર પોલીસે ભેજાબાજને ઝડપી લીધો હતો. આ ભેજાબાજે અત્યાર સુધીમાં 50 લાખની ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે. સમગ્ર મામલે GACL કંપનીના માર્કેટિંગ વિભાગમાં ડે.મેનેજરે ફરિયાદ કરી હતી. ડીલર ભદ્રેશ પટેલ સાથએ 98 હજારની છેતરપિંડી થયાની ફરિયાદ કરી હતી.
કોર્ટે ભેજાબાજના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે આ ભેજાબાજની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઠગબાજની કરમ કુંડળીની પણ પોલીસ તપાસ કરશે. તેની પાસેથી 21 સીમકાર્ડ અંગે પોલીસ તલસ્પર્શી તપાસ કરશે. અગાઉ 4 ગુનામાં ઝડપાઈ ચુક્યો હોવાથી તે અંગે પણ તપાસ કરવામાં આવશે. વાસણ આહીરના નામે પણ અગાઉ ઠગાઈ કરી હોવાનો ખૂલાસો થયો છે. તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
