AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં પોલીસ પુત્ર જ નથી સુરક્ષિત, મિત્રને ઉધાર આપેલા પૈસાની ઉઘરાણી કરી તો છરી મારી મિત્રો થયા ફરાર- Video

રાજકોટમાં પોલીસ પુત્ર જ નથી સુરક્ષિત, મિત્રને ઉધાર આપેલા પૈસાની ઉઘરાણી કરી તો છરી મારી મિત્રો થયા ફરાર- Video

Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 16, 2024 | 4:45 PM
Share

રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસેને બગડી રહી છે. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી. સામાન્ય લોકો તો છોડો કાયદાના રક્ષકોના સંતાનો પર પણ જીવલેણ હુમલા થઈ રહ્યા છે. આવુ જ બન્યુ વિષ્ણુ વિહાર સોસાયટીમાં. પોલીસ પુત્રએ મિત્રને ઉધાર આપેલા પૈસા માગ્યા તો મિત્રોએ પૈસા તો ન આપ્યા ઉલટાનો માર મારી અધમુઓ કરી નાખ્યો અને છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા.

રાજકોટમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. જ્યા સાંજના 7 વાગ્યાના સુમારે વિષ્ણુવિહાર સોસાયટીમાં કેટલાક શખ્સોએ પોલીસ પુત્રને પહેલા તો માર માર્યો અને એટલાથી પણ સંતોષ ન થયો તો છરી વડે સાથળના ભાગમાં પણ બે ઘા માર્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી.

પોલીસ પુત્ર પર છરી વડે હુમલો

સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ન્યુ ASI બિલ્ડીંગમાં રહેતા પોલીસપુત્ર જન્મજયસિંહ ઝાલાએ ફરિયાદ કરી કે 15 ઓગષ્ટના સાંજે 7 વાગ્યે મિત્રનું વાહન લઈને વિષ્ણુવિહાર સોસાયટી પાસે ગયો હતો. જ્યાં અયાન આરિફ લંજા, યશુ પ્રવિણભાઈ ડવેરા અને શાહરૂખ આવ્યા હતા. જેમને જન્મજયસિંહ ઝાલાએ 15 દિવસ પહેલા 1.15 લાખ ઉધાર આપ્યા હતા. જે પૈકી 40 હજાર પરત આપ્યા અને અન્ય લેવાના બાકી હતા.

મિત્રને આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરી તો મિત્રોએ માર્યો માર

આ બાકીના પૈસાની માગણી કરતા ત્રણેય મિત્રો ઉશ્કેરાઈ ગયા અને અપશબ્દો કહ્યા અને માર મારવા લાગ્યા. ત્રણેયે મળી પોલીસ પુત્રને પહેલા તો ખૂબ માર્યો અને આટલાથી ન અટક્તા અયાને તેની પાસે રહેલી છરી વડે ડાબા પગમાં ઘા માર્યા અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

હવે વિચારો જ્યા પોલીસ પુત્રના જ આ હાલ હોય ત્યા સામાન્ય લોકોની તો શું સ્થિતિ થાય, પોલીસ પુત્ર હોવા છતા અસામાજિક તત્વોએ કોઈ ડર રાખ્યા વિના તેના પર હુમલો કર્યો અને ઉધારીના પૈસા પરત તો ન આપ્યા ઉલ્ટાનો માર માર્યો અને જાનથી મારવાની ધમકી પણ આપી.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">